Website Will be going Under Maintenance
Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Medical Post Graduate Doctors of Scheduled Caste
યોજનાનો હેતુ
  • ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતકો(એમ.ડી/એમ.એસ)ને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે ₹.૩,૦૦,૦૦૦/- લાખ લોન ૪% દરે અને ₹.૫૦,૦૦૦/-ની સહાયઆપવામાં આવે છે.
નિયમો અને શરતો
  • કોઇ આવક મર્યાદા નથી
  • સરકાર તરફથી આપવામાં આવેલ માર્જિન મની માટેની લોન સહાય જે હેતુ માટે આપવામાં આવે તે હેતુ માટે જ ઉપયોગ કરવાનો રહેશે. જો કોઈ બીજા હેતુ માટે ઉપયોગ થયાનું માલુમ પડશે તો લોન સહાયની અપાયેલ રકમ ચુકવ્યાની તારીખથી એકી સાથે દંડનીય વ્યાજસહિત વસુલ કરવામાં આવશે અને જરૂર પડ્યે મહેસુલી રાહે પણ વસુલ કરવામાંઆવશે.
  • મંજુર કરેલ લોન અરજદારે બેન્ક અથવા અન્ય નાણાંકીય સંસ્થા પાસેથી લીધેલ લોનતેના પરનો વ્યાજ સહિતના હપ્તા પુરા થાય તે પછી અથવા તો આઠ વર્ષ પછીએ બેમાંથી જે વહેલુ હોય ત્યારથી લોન અને ભેગું થયેલુ વ્યાજ સરખા માસીક હપ્તાઓમાં ચાર વર્ષના ગાળામાં વસુલ કરવામાં આવશે.
  • લેણી બાકી રકમ નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવા અરજદારને છુટ રહેશે.
  • અરજદારને મંજુર કરવામાં આવેલ લોન નિયત સમયથી ભરપાઈ કરવામાં કસુર થશે તો ચડતર હપ્તાઓ સાથે ૨.૫% લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • ચૂંટણી ઓળખપત્ર
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • રજીસ્ટ્રેશનની નકલ
  • તબીબી અનુસ્નાતક ડિગ્રીનું પ્રમાણપત્ર
  • અરજદારની ઉંમર નો પુરાવો/ શાળા છોડયાનું પ્રમાણપત્ર (હોય તો)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જાતજામીનખતનો નમૂનો
  • બાંહેધરી પત્રક
  • લોન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો
  • એકરારનામું
  • સોગંદનામું
  • જામીનદાર-૧ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા - ઇંડેક્સ)
  • જામીનદાર-૨ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા - ઇંડેક્સ)
  • જામીનદારના જામીનખતનો નમૂનો