select
Website Will be going Under Maintenance
Self-Employement Scheme Loan-Second Level
સ્વરોજગારલક્ષી લોન યોજના
  • માર્ગદર્શન પુસ્તિકા માટે અહી ક્લિક કરો.
  • ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ,  તા:૩૦/૯/૨૦૧૭ના મુજબ  ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. જેમાં બિનઅનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીના ઠરાવ ક્રમાંક ઈબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ.૧, તા:૧૫/૮/૨૦૧૮ના મુજબ સ્વરોજગારલક્ષી લોન યોજનામાં બિનઅનામત વર્ગના વ્યક્તિઓ જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેવા અરજદારો માટે યોજના અમલમાં મુકવામાં આવેલ  છે.    
યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો
  • રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
  • વ્યવસાય જેવા કે કરીયાણાની દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે કોઈપણ સ્વરોજગાર વ્યવસાય માટે રૂ.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.
  • ઉપરોકત યોજના માટે લોન વાર્ષિક ૫ ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.
  • ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂ ડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.૬.૦૦લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે
  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિનાઅનામત વર્ગનાં હોવા જોઈએ.
  • અરજદારની ઉંમર ૧૮વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ.
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫% સાદા વ્યાજ અને મહીલાઓ માટે ૪% રહેશે.પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ કે તેથી ઓછી.
સ્વરોજગાર લક્ષી લોન યોજનાઓ માટેના ધિરાણના માપદંડ
  • વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકુ લાયસન્સ હોવું જોઈએ તથા નાના વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
  • મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો(હાઈપોથીકેશન) કરવાનું રહેશે.
  • વાહન મેળવ્યાના ત્રણ માસ પછી ૫ વર્ષ ના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
  • નાના વ્યવસાય લોન મેળવ્યાનાં ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશેતથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે.
  • લોનની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીને સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.
મહત્વના જરૂરી આધારો
  • શૈક્ષણિક લાયકાત
  • ઉંમરનો પુરવો
  • આધારકાર્ડ
  • અરજદારનુ નામ હોય તેવુ રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
  • કુટુંબની આવકનો દાખલો
  • આઈ.ટી.રીટર્ન, (તમામ- PAGE) ફોર્મ-૧૬
  • ધંધાના સ્થળનો આધાર
  • ધંધાના અનુભવનો આધાર
  • પિતા/વાલીની મિલ્કત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિપત્ર ( પરિશિષ્ટ-૩)
  • અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ ( આઈ.એફ.સી કોડ સહિત)
ખાસ નોંધ
  • નિયત સમય મર્યાદામાં માંગેલ પુર્તતા પુર્ણ કરવાની રહેશે. અરજદારને પુર્તતા માટે કરવામાં આવેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજુર થઈ જશે.
શરતો
  • સ્વરોજગારલક્ષી લોન યોજના હેઠળ લોન મેળવવા ઇચ્છુક લાભાર્થીઓ તા:૦૧/૧૧/૨૦૨૧ થી અરજી કરી શકશે.
  • સ્વરોજગારલક્ષી લોન યોજના હેઠળ અરજી કરવા માટે અત્રેનું પોર્ટલ તા:૦૧/૧૧/૨૦૨૧ થી તા:૧૦/૧૨/૨૦૨૧ સુધી ચાલુ રહેશે.
  • વર્ષ:૨૦૨૧-૨૨ માટે સ્વરોજગારલક્ષી લોન યોજના હેઠળ 3500 લાભાર્થીઓનું ભૌતિક લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે.
  • લોન યોજના માટે એક કુટુંબ માંથી એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકશે.
  • લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં નિગમ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.
  • અરજદારને મળેલ પૂર્તતાની વિગતો પૂર્ણ કરી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અ૫લોડ કરવાનાં રહેશે. ત્યારબાદ અરજદારની અરજી જિલ્લા મારફતે આવેલ લોગીન નિગમને ૫રત મળશે.
  • નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા ૩૦(ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
  • લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય (active) બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • હવે પછી થી અરજીની વિગતોની જાણ SMS/E-MAIL થી કરવાની હોય આપનો મોબાઇલ નંબર અને E-MAIL બદલાયેલ હોય તો આ અંગે જાણ અત્રેનાં નિગમની કચેરીએ જાણ કરવાની રહેશે.
  • અરજદારે અરજી મંજુર થયેથી બોજાનોંધ/ મોર્ગેજ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
  • નિગમની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા)ચેક રજુ કરવાના રહેશે.