Website Will be going Under Maintenance
Motorized Tri Cycle and Joint Stick Wheel Chair For Disabled Persons
યોજનાનું નામ
  • મોટરાઇઝડ ટ્રાયસીકલ તથા જોયસ્ટીક વ્હીલચેર આપવાની યોજના
(એ) દિવ્યાંગ સાધન સહાય કોને મળે? (પાત્રતા)
  • ૬૦% કે તેથી વધુ મલ્ટિપલ ડિસેબિલિટી, લોકોમોટર ડિસેબિલિટી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને સેરેબલ પાલ્સી જેવી દિવ્યાંગતા ધરાવતા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે.
(બી) સાધન સહાયમાં શું મળી શકે?
ક્રમ દિવ્યાંગતા પ્રકાર મળવાપાત્ર સાધન
૧ લોકોમોટર ડિસેબિલિટી, મલ્ટિપલ ડિસેબિલિટી (ફક્ત લોકોમોટર ડિસેબિલિટી સાથે અન્ય દિવ્યાંગતા) મોટરાઇઝડ ટ્રાયસીકલ
૨ સેરેબલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, લોકોમોટર ડિસેબિલિટી, અને મલ્ટિપલ ડિસેબિલિટી (ફક્ત આ ત્રણ પ્રકારની દિવ્યાંગતા સાથે) જોયસ્ટીક વ્હીલચેર
(સી) અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા
  • દિવ્યાંગ ઓળખ કાર્ડની ઝેરોક્ષ નકલ / સિવિલ સર્જનશ્રી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગ પ્રમાણપત્ર.
  • ઉંમરનો પુરાવો.
  • રહેઠાણનો પુરાવો.
  • આધાર કાર્ડની નકલ.
(ડી) આ યોજનાનું અરજીપત્રક
  • આ યોજના હેઠળ www.esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે.
  • ઓનલાઈન અરજીઓની ચકાસણી કરી સહાય મંજુર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની છે.
  • નિયત કરેલા ટારગેટથી વધારે અરજીઓના કિસ્સામાં ડ્રો પદ્ધતિ દ્વારા પસંદગી કરવામાં આવશે.
News/Notification Information