Website Will be going Under Maintenance
Motorized Tri Cycle and Joint Stick Wheel Chair For Disabled Persons
યોજનાનું નામ
  • મોટરાઇઝડ ટ્રાયસીકલ તથા જોયસ્ટીક વ્હીલચેર આપવાની યોજના
(એ) દિવ્યાંગ સાધન સહાય કોને મળે? (પાત્રતા)
  • ૬૦% કે તેથી વધુ મલ્ટિપલ ડિસેબિલિટી, લોકોમોટર ડિસેબિલિટી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને સેરેબલ પાલ્સી જેવી દિવ્યાંગતા ધરાવતા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે.
(બી) સાધન સહાયમાં શું મળી શકે?
ક્રમ દિવ્યાંગતા પ્રકાર મળવાપાત્ર સાધન
લોકોમોટર ડિસેબિલિટી, મલ્ટિપલ ડિસેબિલિટી (ફક્ત લોકોમોટર ડિસેબિલિટી સાથે અન્ય દિવ્યાંગતા) મોટરાઇઝડ ટ્રાયસીકલ
સેરેબલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, લોકોમોટર ડિસેબિલિટી, અને મલ્ટિપલ ડિસેબિલિટી (ફક્ત આ ત્રણ પ્રકારની દિવ્યાંગતા સાથે) જોયસ્ટીક વ્હીલચેર
(સી) અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા
  • દિવ્યાંગ ઓળખ કાર્ડની ઝેરોક્ષ નકલ / સિવિલ સર્જનશ્રી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગ પ્રમાણપત્ર.
  • ઉંમરનો પુરાવો.
  • રહેઠાણનો પુરાવો.
  • આધાર કાર્ડની નકલ.
(ડી) આ યોજનાનું અરજીપત્રક
  • આ યોજના હેઠળ www.esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે.
  • ઓનલાઈન અરજીઓની ચકાસણી કરી સહાય મંજુર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની છે.
  • નિયત કરેલા ટારગેટથી વધારે અરજીઓના કિસ્સામાં ડ્રો પદ્ધતિ દ્વારા પસંદગી કરવામાં આવશે.
News/Notification Information