Website Will be going Under Maintenance
SC Government Chhatralay Admission
નિયમો અને શરતો
  • મુળ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને લાભ મળવાપાત્ર થશે
  • છાત્રાલયમાં ઘોરણ ૧૦ પાસ (ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ/ સી.બી.એસ.ઈ.) અથવા તે પછીનુ ઉચ્ચ શિક્ષણ મેળવતા છાત્રો પ્રવેશ માટે લાયક ગણાશે.
  • કુમાર છાત્રો માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. ૨.૫૦ લાખ તથા કન્યા છાત્રો માટે કોઇ આવક મર્યાદા નથી.
  • તમામ અભ્‍યાસક્રમોમાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે છેલ્‍લી વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ (કુલ ગુણમાંથી મેળવેલ ગુણ) મેળવેલા હોવા જોઇએ અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામા આવશે
  • છાત્રાલયના જુના વિદ્યાર્થીઓએ નવા વર્ષે પણ પ્રવેશ મેળવવા ઑનલાઈન અરજી કરવાની રહેશે
  • દરેક વિદ્યાર્થીએ અને વાલીએ પ્રવેશ મેળવતી વખતે નિયત નમુનામાં બાહેધરીપત્રક આપવાનું રહેશે અને તે બાહેધરીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
  • છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • છાત્રાલય જે જિલ્લામાં આવેલ હોય તે જિલ્લાની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે.
  • ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.
  • છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ કચેરી/સરકારશ્રીએ નક્કી કરેલ વખતોવખતના નીતિ નિયમોનુ ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
  • ગત વર્ષે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલ
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (વિદ્યાર્થીના નામનું)
  • શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર
  • શાળા છોડયા નું પ્રમાણ પત્ર
  • વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાં હોય તો)
  • વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા/ત્યક્તાના બાળક હોય તો)
  • અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)