select
Website Will be going Under Maintenance
Dr Babasaheb Aambedker Award
યોજનાનો હેતુ
  • અનુસૂચિત જાતિના તથા પછાતવર્ગના લોકોમાં સામાજિક ન્યાય અને માનવ અધિકારો પ્રાપ્ત કરાવવા તથા પછાતવર્ગોમાં જાગૃત્તિ લાવવા અને તેમના જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરીને રૂઢિગત પ્રથાઓ તથા પ્રણાલીઓમાંથી બહાર લાવી તેઓને શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રે અન્ય સમાજની હરોળમાં તથા આગળ લાવવા યોગદાન આપનારને વ્યક્તિગત ધોરણે “ર્ડા.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ” તા.૨૪/૦૩/૧૯૯૫ના સરકારશ્રીના ઠરાવથી વર્ષ ૧૯૯૫ થી આપવામાં આવે છે. હાલમાં એવોર્ડ માટે રૂા.૨.૦૦ લાખની રોકડ રકમ અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે.
નિયમો અને શરતો
  • આ એવોર્ડ મરણોત્તર એવોર્ડ તરીકે આપવામાં આવશે નહીં.
  • આ એવોર્ડ વ્યકિતગત ધોરણે આપવામાં આવે છે.
  • છેલ્લાં ૧૦ વર્ષમાં વ્યક્તિએ અનુસૂચિત જાતી અને સમાજના નબળા વર્ગના લોકોના ઉત્કર્ષ માટે આપેલ યોગદાનને એવોર્ડ આપવા માટે ધ્યાનમાં લેવામાં આવશે. તેમ છતાં આવી વ્યક્તિએ અગાઉ અનુસૂચિત જાતી સમેત સમાજના નબળા વર્ગના ઉત્કર્ષ માટે કોઈ મહત્વનું / યાદગાર યોગદાન આપેલ હોય તો તે ધ્યાનમાં લેવામાં આવશે.
  • કોઈપણ વ્યક્તિ એવોર્ડ માટે પોતાના નામની ભલામણ કરી શકશે નહી
  • કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કોઈપણ એક જ નામની એવોર્ડ માટે ભલામણ કરી શકશે
  • એવોર્ડ પસંદગી નિર્ણાયક સમિતિના સભ્યો કોઈના નામની ભલામણ કરી શકશે નહી.
  • આ એવોર્ડ માટે અનુસૂચિત જાતિની વ્યક્તિ અરજી કરવાને પાત્ર રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • ચૂંટણી ઓળખપત્ર
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો (પ્રમાણિત નકલ)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જન્મનો દાખલ/સ્કુલ લીવીંગ પ્રમાણપત્ર (પ્રમાણિત નકલ)
  • એવોર્ડ માટે ભલામણ કરેલ મહાનુભાવોની વિગત (ચાલુ વર્ષની જાહેરાતના સંદર્ભમાં)
  • અગાઉ કોઈ એવોર્ડ મળેલ હોય તો તેની વિગત (વર્ષ સહિત વિગતો આપવી)
  • એવોર્ડ માટે અરજી કરનારનો અદ્યતન ફોટોગ્રાફ
  • શૈક્ષણિક લાયકાત
  • સમાજ કલ્યાણના કયા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરેલ છે. (આધાર સહિત)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)