Website Will be going Under Maintenance
Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana
યોજનાનો હેતુ
  • અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.
નિયમો અને શરતો
  • મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ₹.૧,૫૦,૦૦૦/- થી વધુન હોવી જોઈએ.
  • મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
  • મરણ પામનાર વ્યક્તિન ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • મરણનું પ્રમાણ પત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • આધાર કાર્ડ
  • વાર્ષિક આવકનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો