Website Will be going Under Maintenance
Commercial Pilot
યોજનાનો હેતુ
  • અનુસૂચિત જાતીના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ કોમર્શીયલ પાયલોટ માટે લાઇસન્સની ટ્રેનીંગન માટે તાલીમ મેળવવા ઇચ્છતા આર્થિક મદદરૂપ થવા w.૨૫.૦૦ લાખની લોન ૪%ના વ્યાજના દરે આપવામાં આવે છે.
નિયમો અને શરતો
  • વિદ્યાર્થીએ ધોરણ-૧૦/૧૨ અથવા તેની સમકક્ષ ૫રીક્ષા પાસ કરેલી હોવી જોઇએ.
  • આવી તાલીમ આ૫નાર દેશ/વિદેશની સંસ્થાએ તાલીમાર્થીના પ્રવેશ માટે જે શરતો નકકી કરી હોય તે તથા આવી તાલીમ માટે જરૂરી તમામ પ્રમાણ૫ત્રો જેવા કે મેડીકલ સર્ટીફીકેટ ફીટનેસ સર્ટીફીકેટ વગેરે મેળવેલ હોવા જોઇએ.
  • તાલીમાર્થી વિદેશની જે સંસ્થામાં તાલીમ મેળવે તે સંસ્થા તેમના દેશની સરકાર દ્વારા આવી તાલીમ આ૫વા માટે માન્ય થયેલી હોવી જોઇએ તથા આવી તાલીમ બાદ મેળવવામાં આવતા કોમર્શીયલ પાયલટ લાયસન્સ, તે દેશમાં સ્વીકૃત થયેલા હોવા જોઇએ ત્યાર ૫છી ભારતમાં તે લાયસન્સ સ્વીકૃત કરાવવા માટે તાલીમાર્થીએ જરૂરી કાયદેશરની કાર્યવાહી એક વર્ષની અંદર પુરી કરવાની રહેશે.
  • આ યોજના નીચે આ૫વામાં આવતી રકમ તાલીમ માટે ખરેખર જેટલી રકમની જરૂરત રહેશે તેટલી રકમ પુરતી મર્યાદીત રહેશે. ભારતમાં તાલીમ માટે રકમમાં ટયુશન ફી તથા અન્ય આનુષંગીક ખર્ચનો સમાવેશ થશે. આ બાબતમાં નિયામકશ્રી, અનુસૂચિત જાતી કલ્યાણનો નિર્ણય આખરી ગણાશે.
  • વિદેશમાં તાલીમ લેવા ઇચ્છતા તાલીમાર્થીઓને આ યોજના હેઠળની રકમ ચુંકવતી વખતે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા નિયત થયેલા વિનિમય દરે સહાયની રકમ ચુંકવવામાં આવશે. અને તાલીમાર્થીઓના ભથ્થાઓમાં રીઝર્વ બેંકની મંજુરી ૫ણ મેળવવાની રહેશે. રીઝર્વ બેંક જેટલા પ્રમાણમાં તાલીમ ફી(TUITION FEE), નિર્વાહ ભથ્થા (વધુમાં વધુ છ મહીના માટે) અને શરૂઆતના સાધનો માટેના ભથ્થાઓ મંજુર કરશે તેટલા પ્રમાણમાં જ લોન મંજુર થઇ શકશે.
  • અરજદારને મંજુર કરવામાં આવેલ લોન નિયમિત ભરપાઇ કરવામાં કસુર થશે તો ચડતર હપ્તાઓ સામે ૨.૫% લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે. દંડનીય હપ્તાઓ ભરવામાં કસુર થશે તો ચડતર તેમજ બાકીની વસુલાત કરવાની તમામ કમ અને અન્ય ખર્ચ એકી સાથે મહેસુલી રાહે વસુલ કરવામાં આવશે.
  • લેણી બાકી રકમ નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવા માટે અરજદારને છુટ રહેશે.
  • આ લોનનો ઉ૫યોગ અરજદાર જો બીજા કોઇ હેતુ માટે કરશે તો લોનની અપાયેલ રકમ ચુકવ્યાની તારીખથી (એક સાથે) દંડનીય વ્યાજ સાથે ૫રત વસુલ લેવામાં આવશે.
  • એક સધ્ધર જામીન રજુ કરવાના રહેશે.
  • લાભાર્થીને લોનની ચુંકવણી થયાની તારીખથી એક વર્ષ ૫છી લોનની વસુલાત શરૂ કરવામાં આવશે. લાભાર્થીએ લોનની ૫રત ચુંકવણી ૧૦ વર્ષમાં મુદલ અને વ્યાજ ૨ વર્ષ એમ મળી કુલ ૧૨ વર્ષમાં સંપુર્ણ રકમ વ્યાજ સહીત ભરપાઇ કરવાની રહેશે. તે અનુસાર માસીક હપ્તાની રકમની ગણતરી કરી વસુલાત કરવામાં આવશે.
  • વિદેશમાં તાલીમ પુર્ણ થવા બાદ જો વિદ્યાર્થી વિદેશમાં સ્થાયી થાય તો નોકરીનુ સ્થળ,રહેઠાણમાં ફેરફાર સં૫ર્ક નંબર ઇ-મેઇલ આડી ભારતમાં આવાગમનની જાણ જયાં સુધી લોન ભરપાઇ ન થાય ત્યાં સુધી ફરજીયાત કરવાની રહેશે. શરત ઉમેરવામાં આવી.
  • વિદ્યાર્થી વિદેશ ગમનના ૬(છ) માસની અંદર ૫ણ અરજી કરી શકશે
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • શાળા છોડયાનો દાખલો
  • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જામીનદાર ના મિલ્કતના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇન્‍ડેક્ષ)
  • જામીનદાર ના મિલ્કતના વેલ્યુએશન સર્ટીફીકેટ
  • સ્વીકૃતિ પત્ર( નિયત રૂ 50 ના સ્ટેમ પર)
  • એસ.એસ.સી. અથવા એથી આગળ કરેલ અભ્યાસની માર્કશીટ/પ્રમાણપત્રો
  • પરિશિષ્ટ -ખ વિદ્યાર્થીનુ જાત -જામીનખત
  • પરિશિષ્ટ-ડ વિદ્યાર્થીનું સોગંદનામુ
  • પરિશિષ્ટ - ઘ લોન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો
  • પાસપોર્ટ ( જો જિદેશમાં તાલીમ લેવાની હોય તો)
  • વિઝા (જો વિદેશમાં તાલીમ લેવાની હોય તો)
  • વિદેશમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષ ભારતમાં સેવા આપશે. તે અંગેની લેખિત બાંહેધરી રજૂ કરવી.(₹. ૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર)
  • પરિશિષ્ટ - ગ જામીનદારના જામીનખતનો નમુનો
News/Notification Information