This is demo website.
DC Adarsh Nivasi Shala Admission
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવાની બાબત
 • અરજી કરતા પહેલા વિદ્યાર્થીએ www.esamajkalyan.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ સુચનાઓ ધ્યાને લેવી.
 • વિદ્યાર્થીએ સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ પિતા/વાલીની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
 • અરજીમાં અધૂરી વિગતો દર્શાવેલ હોય તેમજ માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ અધૂરા હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહી.
 • અરજી સબમીટ કર્યા બાદ અરજીમાં સુધારા/વધારા થઈ શકશે નહી.
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટેના માપદંડ
 • આદર્શ નિવાસી શાળાઓમાં ધો.૯, ૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે.
 • પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં-ઓછા ૫૦% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.
 • કન્યાઓના કિસ્સામાં ૪૫% ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકાશે.
 • અનુ. જાતિ/અનુ. જન જાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત/અતિ પછાત/વિચરતી વિમુકત જાતિના બાળકો તેમજ અપંગ, વિધવા તથા ત્‍યક્તા બહેનોના બાળકોના કિસ્‍સામાં ગત વર્ષના પરીણામમાં ૪૫% ગુણ મેળવેલ અરજદારો અરજી કરી શકશે.
 • વિદ્યાર્થીના પિતા/વાલીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,ર૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેઓ અરજી કરી શકશે.
 • પ્રવેશ માટે મળેલ અરજીઓ મુજબ ગુણના આધારે મેરીટ પ્રમાણે તથા સરકારશ્રીની વખતોવખતની સૂચના પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.
 • (૧) કુમાર માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટ (૨) ક્ન્યા માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટ
 • આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પાળવાના નિયમો