Website Will be going Under Maintenance
Kunwar Bai Nu Mameru Yojna
પાત્રતાના માપદંડ
  • આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
રજુ કરવાના ડોક્યુમેંટ
  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)