Website Will be going Under Maintenance
Tution Sahay Scheme
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો
  • બિન અનામત વર્ગના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ધોરણ-૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ટ્યુશન પ્રોત્સાહક સહાય તરીકે વિદ્યાર્થી દીઠ રૂ. 15,000 સીધી સહાય (D.B.T.) થી વિધાર્થીના બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવશે.
આવક મર્યાદા
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6.00 લાખ કે તેથી ઓછી.
શાળા ફી ની શિષ્યવૃત્તિ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટેની જોગવાઇઓ
  • બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • આ સહાય ધો-૧૧ અને ધો-૧૨ માં મળવાપાત્ર રહેશે.
  • વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો જોઇએ.
  • વિદ્યાર્થીએ ધોરણ-૧૦ માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ.
  • ધો-૧૦ માં ૭૦ ટકા એટલે તમામ વિષયના કુલ ગુણ માંથી મેળવેલ ગુણના ૭૦ ટકા મળેલ હોવા જોઇશે (પર્સેન્ટાઇલ ધ્યાને લેવાશે નહિ.)
  • અરજદારે જે-તે વર્ષમાં જ નિગમના પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવાનું શાળાનું બોનાફાઇડ સર્ટિફિકેટ અસલ રજુ કરવાનું રહેશે.
  • ઓનલાઇન અરજી સહ જરૂરી સાધનિક પુરાવાઓ ઓરીઝનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
  • વિદ્યાર્થીએ અરજી કર્યાના દિન-૩૦ માં ઓનલાઇન અપલોડ કરેલ ડોક્યુમેન્ટ તથા અરજીની હાર્ડ કોપી સાથે સેલ્ફ અટેસ્ટેડ કોપી જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાની કચેરીએ રજુ કરવાની રહેશે.
  • જિલ્લા કક્ષાએથી પૂર્તતા માટે અરજદારને પરત કરેલ અરજીઓ પૂર્તતા માટે પરત કર્યા તારીખથી દિન-૧૫ માં અરજદારે પૂર્તતા કરી અરજી ઓનલાઇન સબમીટ કરવાની રહેશે.
સંસ્થાની પસંદગી અંગેના ન્યુનતમ ધારા ધોરણ
  • સંસ્થા ટ્રસ્ટ એકટ/શોપ એસ્ટાબીલ્સમેન્ટ એકટ (ગુમાસ્તા ધારો)/કંપની એક્ટ/ સહકારી કાયદા વિગેરે જેવા કોઇ પણ અધિનિયમ કે નિયમો હેઠળ નોંધાયેલી હોવી જોઇશે.
  • સંસ્થા ન્યૂનતમ ૩ વર્ષ કે તેથી વધુ સમયથી વિજ્ઞાન પ્રવાહના ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ના ખાનગી ટ્યુશનના ક્ષેત્રમાં કાર્યાન્વિત હોવી જોઇશે.
  • સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષના IT રીટર્ન રજુ કરવાના રહેશે. જેમાં ખાનગી ટ્યુશન વર્ગોની આવક દર્શાવેલ હોવી જોઇએ.
  • સંસ્થા ફરજીયાત GST નંબર ધરાવતી હોવી જોઇએ. જેના રજીસ્ટ્રેશનના આધાર રજુ કરવાના રહેશે.