Website Will be going Under Maintenance
Mahatma Gandhi Award
યોજનાનો હેતુ
  • પૂ. મહાત્મા ગાંધીજીના આદર્શો અને મૂલ્યોને તથા ગાંધીવાદે વિચાર સરણી દ્વારા અનુસૂચિત જાતિ સમેત પછાતવર્ગોના વિકાસ માટે મહત્વનું યોગદાન આપનાર અને અનુસૂચિત જાતિ માટે કામ કરતી મુંબઇ પબ્લિક ટ્રસ્ટ એક્ટ કે ગુજરાત સહકારી મંડળીઓના કાયદા હેઠળ નોંધાયેલ મંડળ, સંસ્થાને રાજ્ય સરકાર તરફથી મહાત્મા ગાંધી એવોર્ડ આપવામાં આવશે.
નિયમો અને શરતો
  • આ એવોર્ડમાં રૂા.૨,૦૦,૦૦૦/- (રૂા.બે લાખ પુરા) ની રોકડ રકમ તથા એક પ્રસંશા પત્ર સામેલ હશે. એવોર્ડની રકમનું વિતરણ ચેક દ્વારા કરવામાં આવશે.
  • એવોર્ડ સંસ્થાને આપવામાં આવશે. એવોર્ડને પાત્ર ઠરેલ સંસ્થાને એવોર્ડ વિતરણ સમારંભમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવશે.
  • આ એવોર્ડ ધર્મ, જ્ઞાતિ કે જાતિ (Sex)ને ધ્યાનમાં લીધા સિવાય સમાજની કોઇપણ સંસ્થાને આપવામાં આવશે, પરંતુ અનુ.જાતિની સંસ્થાને અગ્રતા આપવામાં આવશે.
  • આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવશે, અને વર્ષ તરીકે નાણાંકીય વર્ષ ધ્યાનમાં લેવામાં આવશે.
  • જો કોઇ વર્ષે આ એવોર્ડ કોઈપણ સંસ્થાને આપવામાં ન આવે તો વર્ષ પુરતુ આ એવોર્ડ મુલતવી રાખવામાં આવશે.
  • એવોર્ડ એનાયત કરવાનો વ્યાપ ખર્ચ રાજય સરકાર ભોગવશે.
  • રાજય સરકાર નક્કી કરે તે મહાનુભાવોના વરદ હસ્તે આ એવોર્ડ એનાયત કરાશે.
  • કોઇ પણ સંસ્થા એવોર્ડ માટે પોતાના નામની ભલામણ કરી શકશે નહી.
  • કોઇ પણ વ્યકિત કે સંસ્થા કોઇ પણ એક જ નામની એવોર્ડ માટે ભલામણ કરી શકશે.
  • એવોર્ડ પસંદગી નિર્ણાયક સમિતિના સભ્યો કોઇના નામની ભલામણ કરી શકશે નહી.
  • આ એવોર્ડ માટે અનુસૂચિત જાતિની સંસ્થા અરજી કરવા પાત્ર રહેશે.
  • છેલ્લા દસ વર્ષમાં સંસ્થાએ અનુસૂચિત જાતિ તથા સમાજના નબળા વર્ગના લોકોના ઉત્કર્ષ માટે આપેલ યોગદાનને એવોર્ડ આપવા માટે ધ્યાનમાં લેવામાં આવશે તેમ છતાં અગાઉ આવી સંસ્થાએ અનુસૂચિત જાતિ સમેત સમાજના નબળા વર્ગના ઉત્કર્ષ માટે કોઇ મહત્વનું યાદગાર યોગદાન આપેલ હોય તો તે ધ્યાનમાં લેવામાં આવશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • સંસ્થાના નોંધણી પ્રમાણપત્રની નકલ
  • સંસ્થના છેલ્લા બે વર્ષના ઓડીટ અહેવાલ
  • એવોર્ડ માટે ભલામણ કરેલ મહાનુભાવોની વિગત (ચાલુ વર્ષની જાહેરાતના સંદર્ભમાં)
  • અગાઉ કોઈ એવોર્ડ મળેલ હોય તો તેની વિગત (વર્ષ સહિત વિગતો આપવી.)
  • સંસ્થાના સંચાલક/વ્યવસ્થાપકના રહેઠાણનો પુરાવો
  • શૈક્ષણિક લાયકાત
  • સમાજ કલ્યાણના કયા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરેલ છે. (આધાર સહિત)
  • બેંક પાસબુકની નકલ