Website Will be going Under Maintenance
Tractor with trolley and mechanical equipment (NSFDC)

યોજનાનો હેતુ
  • સ્વરોજગાર મેળવવા માટે ટ્રેકટર અને ટ્રોલી તેમજ યાંત્રિક સાધનો મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિકરીતે મદદરૂપ થવા ખુબ જ હળવા દરે લોન આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત વિવિધ પેટા યોજનાઓ
ક્રમ યોજના GOG / NSFDC વર્ષ
1 ટ્રેક્ટર વીથ ટ્રોલી (આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ સુધી) NSFDC ૨૦૧૯-૨૦/૨૦૨૦-૨૧
2 ટ્રેક્ટર વીથ ટ્રોલી/ કલ્ટીવેટર/ રોટાવેટર/ થ્રેસર (આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ થી રૂ.૩.૦૦ લાખ) NSFDC ૨૦૧૯-૨૦

(અ) ટ્રેક્ટર વીથ ટ્રોલીની યોજના (NSFDC) (૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ )
ક્રમ યોજના વર્ષ યુનીટ કોસ્ટ લભાર્થી ફાળો નિગમની લોન યુનીટ
1 ટ્રેક્ટર વીથ ટ્રોલી(આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ સુધી) ૨૦૧૯-૨૦ ૭૫૧૦૦૦/- ૩૮૦૦૦/- ૭૧૩૦૦૦/- ૬૫
2 ટ્રેક્ટર વીથ ટ્રોલી(આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ સુધી) ૨૦૨૦-૨૧ ૭૫૧૦૦૦/- ૩૮૦૦૦/- ૭૧૩૦૦૦/- ૧૦૦
કુલ :- ૧૬૫
નિયમો અને શરતો
  • અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ
  • અરજદારના કુટુબની કુલ વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારની ઉમંર ૨૧ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • આ યોજનાનો વ્યાજનો દર ૫% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨.૫ % દંડનીય વ્યાજ લેવામાં આવશે.
  • આ યોજનાની વસુલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે.
  • અરજદાર કે અરજદારના કુટુબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
  • અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.

(બ) ટ્રેક્ટર વીથ ટ્રોલી/ કલ્ટીવેટર/ રોટાવેટર/ થ્રેસર (આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ થી રૂ.૩.૦૦ લાખ)
ક્રમ યોજના વર્ષ યુનીટ કોસ્ટ લભાર્થી ફાળો નિગમની લોન યુનીટ
1 ટ્રેક્ટર વીથ ટ્રોલી/ કલ્ટીવેટર/ રોટાવેટર/ થ્રેસર (આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ થી રૂ.૩.૦૦ લાખ) ૨૦૧૯-૨૦ ૭૫૧૦૦૦/- ૩૮૦૦૦/- ૭૧૩૦૦૦/- ૭૧
નિયમો અને શરતો
  • અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
  • અરજદારના કુટુબની કુલ વાર્ષિક આવક રૂ.૧.૫૦,૦૦૧ થી રૂ.૩,૦૦,૦૦૦/- સુધીની હોવી જોઇએ.
  • અરજદારની ઉમંર ૨૧ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • આ યોજનાનો વ્યાજનો દર ૫% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨.૫ % દંડનીય વ્યાજ લેવામાં આવશે.
  • આ યોજનાની વસુલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે
  • અરજદાર કે અરજદારના કુટુબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
  • અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.
બન્ને યોજના માટે રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • ઓળખનો પુરાવો(કોઇ એક)(આધારકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઇસન્સ/પાનકાર્ડ)
  • ઉંમરનો પુરાવો
  • જાતિનો પુરાવો
  • આવકનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો(કોઇ એક)(આધારકાર્ડ/ચુંટણીકાર્ડ/રેશનકાર્ડ /લાઇટ બિલ)
  • ફોટો અને સહિ