Website Will be going Under Maintenance
Student Assistance for Coaching Class For IIM/CEPT/NIFT/NLU/IELTS/TOFEL/GRE
યોજનાનો હેતુ
  • નિફ્ટ, સેપ્ટ, એનએલયુમાં પ્રવેશ મેળવવા માંગતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતર્વગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓએ ધોરણ.૧૦માં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધોરણ. ૧૨ (કોઈપણ પ્રવાહ)માં અભ્યાસ કરતા હોવા જોઈએ. જ્યારે આઈઆઈએમમાં પ્રવેશ મેળવવા માંગતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓએ ધોરણ.૧૨ (કોઈપણ પ્રવાહ)માં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને સ્નાતક કક્ષા (કોઈપણ પ્રવાહ)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય અથવા સ્નાતક પૂર્ણ કરેલ હોય તો સ્નાતકમાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેમને વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. યોજના શરૂ થયાનું વર્ષ : વર્ષ ૨૦૧૪-૧૫
તાલીમાર્થીઓના નીચે મુજબના ધારાધોરણના આધારે કોચિંગ સહાય મળવા પાત્ર રહેશે
  • મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે
  • તાલીમાર્થીએ CEPT, NIFT, NLUના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાની કોચિંગ સહાય માટે તાલીમાર્થીને ધોરણ-૧૦માં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇએ
  • જયારે IIMના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાની કોચીંગ સહાય માટે વિદ્યાર્થીએ ધોરણ-૧૨ના કોઇ પણ પ્રવાહમાં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ અને કોઇ પણ પ્રવાહના સ્નાતક અભ્યાસક્રના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઇએ અથવા સ્નાતક થયેલ હોય તો સ્નાતકની પરીક્ષામાં ૬૦%થી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ
  • IELTS, TOEFL, GRE જેવી વિદેશ અભ્યાસના હેતુસર આપવાની થતી પરીક્ષાની કોચીંગ સહાય માટે વિદ્યાર્થીએ ધોરણ-૧૨ના કોઇ પણ પ્રવાહમાં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ
  • તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
  • તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે.
  • તાલીમાર્થીને આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે
  • તાલીમ આપનાર સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે.
તાલીમાર્થીએ નીચે મુજબના ધારાધોરણ ધરાવતી સંસ્થા કોચિંગ સહાય માટે પસંદ કરવાની રહેશે.
  • તાલીમાર્થીએ પસંદ કરેલ સંસ્થા GST/PAN નંબર ધરાવતી હોવી જોઇએ
  • તાલીમ આપતી સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦, કંપની અધિનિયમ, ૧૯૫૬, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ ( દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮) વગેરે જેવા કોઇપણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઇએ.
  • સંસ્થા ઓછામાં ઓછું ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઇએ
  • સંસ્થા અન્ય સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઇએ
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • એસ.એસ.સી./એચ.એસ.સી./સ્નાતક અભ્યાસક્રમની માર્કશીટ
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
  • ફી ની પોંહચ (GST No. સહિત)