Website Will be going Under Maintenance
Student Foreign Study Loan
વિદેશ અભ્યાસ લોન યોજના
  • માર્ગદર્શન પુસ્તિકા માટે અહી ક્લિક કરો.
  • ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા:૩૦/૯/૨૦૧૭ના ઠરાવ:ક્રમાંક:સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ થી ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. નિગમની રચનાનો ઉદ્દેશ બિનઅનામત વર્ગના જ્ઞાતિના લોકોના આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક: ઇબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ. તા:૧૫/૦૮/૨૦૧૮ તથા તા:૨૫/૦૧/૨૦૧૯ થી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.
યોજનાનું સ્વરૂપ
  • વિદેશમાં અભ્યાસ માટે રૂા.૧૫.૦૦ લાખની લોન આપવામા આવશે.
  • આ યોજના અન્વયે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ પછી ફક્ત MBBS માટે, સ્નાતક(ડિપ્લોમા પછી ડીગ્રી કરેલ હોય તો પણ માન્ય) પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશ અભ્યાસ લોન યોજના અમલમાં મુકવામા આવી છે.
પાત્રતા ના માપદંડો
  • ધોરણ ૧૨ માં ૬૦ ટકા કે તેથી વઘુ ગુણ હોવા જોઇએ.
  • ધો-૧૨ માં ૬૦ ટકા એટલે ધો-૧૨ના તમામ વિષયના કુલ ગુણ માંથી મેળવેલ ગુણના ૬૦ ટકા (પર્સેન્ટાઇલ ધ્યાને લેવાશે નહિ.) મેળવેલ હોવા જોઇશે.
  • ધોરણ ૧૨ પછી ફક્ત MBBS માટે તથા સ્નાતક પછી અનુસ્નાતક માટે લોન મળવાપાત્ર થશે.
  • આ યોજના નો લાભ માત્ર ગુજરાતમાં ૧૫ વર્ષથી સ્થાયી વસવાટ કરતા હોય તેવા ગુજરાતના બિન અનામત જાતિઓના લાભાર્થીઓને જ મળવાપાત્ર થશે.
  • લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની લોનની રકમ કરતા દોઢગણી રકમની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે.
  • વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કરતાં ઓછી હોવી જોઇશે.
મહત્વના જરૂરી આધારો
  • શાળા છોડ્યાનો દાખલો (લિવીંગ સર્ટીફીકેટ)
  • આધાર કાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
  • કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
  • ઘોરણ-૧૦ અને ૧૨ ની માર્કશીટની નકલ / ડીપ્લોમા સર્ટીની નકલ
  • સ્નાતકકક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટની નકલ અને ડીગ્રી સર્ટીની નકલ
  • અરજીની તારીખ થી સ્નાતક વચ્ચેનાં સમયગાળાની સ્પષ્ટતા અંગેનાં આધાર(જો હોય તો)
  • વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર
  • પ્રતિવર્ષ ભરવાની થતી/ભરેલી ફી નો પુરાવો અને સમગ્ર કોર્ષની ફી નું માળખું
  • પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ૫ત્ર (૫રિશિષ્ટ-૧)
  • અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ
ખાસનોંઘ
  • નિયત સમય મર્યાદામાં માંગેલ પુર્તતા પુર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પુર્તતા માટે પરત કરવામાં આવેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી નામંજૂર કરવામાં આવશે.
શરતો
  • વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ લોન મેળવવા ઇચ્છુક લાભાર્થીઓ તા. ૧૯/૦૭/૨૦૨૧ થી અરજી કરી શકશે.
  • વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અરજી કરવા માટે અત્રેનું પોર્ટલ વર્ષ દરમ્યાન સતત રીતે ચાલુ રહેશે.
  • વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ૨૦૦૦ લાભાર્થીઓનું ભૌતિક લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે.
  • વિદેશ અભ્યાસ લોન માટે લાભાર્થીએ વિદેશ ગમન કર્યા ૫હેલા અરજી કરવાની રહેશે. સિવાય કે તા.૦૪/૦૧/૨૦૨૧ થી આ જાહેરાતની પ્રસિધ્ધી સુધીમાં વિદેશ ગમન કર્યુ હોય તેવા અરજદારો લોન માટે અરજી કરી શકશે.
  • વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ધોરણ-૧૨ ૫છી ફક્ત MBBS માટે તથા સ્નાતક ૫છી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા કે અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે લોન મેળવવા અરજી કરી શકશે.
  • લોન યોજના માટે એક કુટુંબ માંથી એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકશે.
  • લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં નિગમ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.
  • અરજદારને મળેલ પૂર્તતાની વિગતો પૂર્ણ કરી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ અ૫લોડ કરવાનાં રહેશે. ત્યારબાદ અરજદારની અરજી જિલ્લા લોગીન મારફતે નિગમને ૫રત મળશે.
  • નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા ૩૦(ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
  • સૈધ્ધાંતિક મંજુર થયેલ અરજીઓના તમામ દસ્તાવેજી પુરાવા નિગમને મળ્યા ૫છી નિગમ દ્ધારા લોનની રકમ મંજુર કરી લાભાર્થીના બેંક ખાતામાં DBT થી ફંડ ટ્રાન્સફર કરવામાં આવશે.
  • લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય (active) બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • હવે ૫છી થી અરજીની વિગતોની જાણ SMS/E-Mail થી કરવાની હોય આ૫નો મોબાઇલ નંબર અને E-mail બદલાયેલ હોય તો આ અંગે જાણ અત્રેનાં નિગમની કચેરીએ જાણ કરવાની રહેશે.
  • અરજદારે અરજી મંજુર થયેથી મોરગેજ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
  • નિગમની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા) સહી કરેલા ચેક રજુ કરવાના રહેશે.