select
Website Will be going Under Maintenance
Bhojan Bill Sahay
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો
  • બિનઅનામત વર્ગના વિધાર્થીઓને ભોજન બીલ સહાય પેટે માસિક રૂ. 1,500.00 લેખે 10 માસ માટે રૂ. 15,000/- સીધી સહાય (D.B.T.) મારફતે વિધાર્થીના બેંક એકાઉન્ટમાં મળવાપાત્ર થશે.
આવક મર્યાદા
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6.00 લાખ કે તેથી ઓછી.
ભોજન બીલ સહાય મેળવવા ઇચ્છતા વિધાર્થીઓ માટેની જોગવાઇઓ
  • બિનઅનામત વર્ગના વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • વિદ્યાર્થી સ્નાતક કક્ષાના (ધોરણ-12/12+ડિપ્લોમાં બાદના) મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલ અભ્યાસક્રમોમાં કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હોવા જોઈએ.
  • છાત્રાલય ફુડ લાયસન્સ ફરીજીયાત ધરાવતા હોવા જોઇશે. વિધાર્થીએ ફુડ લાયસન્સની કોપી રજુ કરવાની રહેશે.
  • કોઇ પણ સમાજ સંચાલીત ટ્રસ્ટ દ્વારા ચાલતા કન્યા છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતી ધોરણ-9 થી 12ની કન્યાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • છાત્રાલયો દ્વારા આપવામાં આવતી પહોંચમાં લવાજમ શબ્દનો ઉલ્લેખ કરેલ હોય તો પહોંચ સાથે છાત્રાલયના લેટર પેડ પર ભોજનબીલ સહાયની રકમ લવાજમમાં સામેલ હોવાનું રકમ સાથેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • સરકારી/અનુદાનિત છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હોય અને રહેવા જમવાનું બન્ને ફ્રી હોય તેવા વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
  • સરકારી/અનુદાનિત છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હોય અને રહેવાનું ફ્રી હોય પરંતુ જમવા માટેની ફી ભરતા હોય તેવા વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • વિદ્યાર્થી અરજી કર્યાના આગળના વર્ષમાં પાસ થયેલ હોવા જોઇએ.
  • MYSY યોજનાનો લાભ મેળવતા વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
  • INTERNSHIP દરમ્યાન આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
  • વિદ્યાર્થી કોઇ પણ પ્રકારનું સ્ટાઇપેન્ડ કે રેમ્યુનરેશન મેળવતા હશે તો લાભ મળવાપાત્ર થશે નહી.
  • અરજદારે જે-તે વર્ષમાં જ નિગમના પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી સહ જરૂરી સાધનિક પુરાવાઓ ઓરીઝનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
  • વિધાર્થીએ અરજી કર્યાના દિન-૩૦ માં ઓનલાઇન અપલોડ કરેલ ડોક્યુમેન્ટ તથા અરજીની હાર્ડ કોપી સાથે સેલ્ફ અટેસ્ટેડ કોપી જે જિલ્લામાં છાત્રાલય હોય તે જિલ્લા કચેરીએ રજુ કરવાની રહેશે.
  • જિલ્લા કક્ષાએથી પૂર્તતા માટે અરજદારને પરત કરેલ અરજીઓ પૂર્તતા માટે પરત કર્યા તારીખથી દિન-15 માં અરજદારે પૂર્તતા કરી અરજી ઓનલાઇન સબમીટ કરવાની રહેશે.