select
Website Will be going Under Maintenance
Competitive Exam Sahay
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો
  • બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી (U.P.S.C), જી.પી.એસ.સી.(G.P.S.C.) સ્ટાફ સીલેકશન કમિશન, રેલ્વે રીકરુટમેન્ટ બોર્ડ, બેંક, ગૌણસેવા પસંદગી મડંળ, પંચાયત સેવા પસંદગી મંડળ રાજ્ય પોલીસ ભરતી બોર્ડ, સેંટ્રલ પોલીસ ફોર્સ વગેરે દ્વારા લેવાતી વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ની ગુજરાત સરકાર તથા ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માંથી કોઇ પણ એક પરીક્ષાની તૈયારી માટે તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રુ ૨૦,૦૦૦/-અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (D.B.T.) મારફતે વિધાર્થીના બેંક એકાઉન્ટમાં મળવાપાત્ર થશે.
આવક મર્યાદા
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૬.૦૦ લાખ કે તેથી ઓછી.
કોચીંગ સહાય મેળવવા ઇચ્છતા તાલીમાર્થીઓ માટેની જોગવાઇઓ
  • બિનઅનામત વર્ગના તાલીમાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • આ સહાય ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
  • તાલીમાર્થીજે ભરતી પરીક્ષા માટે કોચીંગ મેળવવા માંગતા હોય તે ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવતા હોવા જોઇશે.
  • સહાય મેળવવા માટે ધોરણ-૧૨ / સ્નાતક કક્ષામાં (જે લાગુ પડતુ હોય તે) ૬૦ ટકા કે તેથી વધુ હોવા જરુરી છે.
  • ધો-૧૨/સ્નાતક માં ૬૦ ટકા એટલે તમામ વિષયના કુલ ગુણ માંથી મેળવેલ ગુણના ૬૦ ટકા મેળવેલ હોવા જોઇશે (પર્સેન્ટાઇલ ધ્યાને લેવાશે નહિ.) (CGPA વાળા વિધાર્થીઓ માટે જે-તે યુનિવર્સિટીની પધ્ધિત મુજ્બ ટકાવારીની ગણતરી કરવાની રહેશે).
  • તાલીમાર્થીએ ટ્યુશન કલાસ શરૂ કર્યાના દિન-૧૫ માં ઓનલાઇન અરજી કરવાની રહેશે. સમય મર્યાદા બાદની અરજીઓ નામંજુર કરવામાં આવશે.
  • તાલીમાર્થીએ ટ્યુશન કલાસીસમાં એડમીશન મેળવ્યા અંગેનો એડમીશનની તારીખ સાથેનો એડમીશન લેટર રજુ કરવાનો રહેશે.
  • ઓનલાઇન અરજી સહ જરૂરી સાધનિક પુરાવાઓ ઓરીઝનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
  • વિધાર્થીએ ટ્યુશન કલાસ શરૂ કર્યાના દિન-૩૦ માં ઓનલાઇન અપલોડ કરેલ ડોક્યુમેન્ટ તથા અરજીની હાર્ડ કોપી સાથે જે જિલ્લામાં ટ્યુશન કલાસ હોય તે જિલ્લા કચેરીએ રજુ કરવાની રહેશે. સમય મર્યાદા બાદ હાર્ડકોપી જિલ્લા કચેરીએ રજુ કરેલ હશે તો અરજી નામંજુર કરવામાં આવશે.
  • વિધાર્થીએ ન્યૂનતમ ૯૦ દિવસની તાલીમ મેળવવાની રહેશે.
  • જિલ્લા કક્ષાએથી પૂર્તતા માટે અરજદારને પરત કરેલ અરજીઓ પૂર્તતા માટે પરત કર્યા તારીખથી દિન-૧૫ માં તાલીમાર્થીએ પૂર્તતા કરી અરજી ફરજીયાત ઓનલાઇન સબમીટ કરવાની રહેશે.
તાલીમ આપતી સંસ્થાની પસંદગી અંગેના ન્યુનતમ ધારા ધોરણ
  • સંસ્થા ટ્રસ્ટ એકટ/શોપ એસ્ટાબીલ્સમેન્ટ એકટ (ગુમાસ્તા ધારો)/કંપની એક્ટ/ સહકારી કાયદા વિગેરે જેવા કોઇ પણ અધિનિયમ કે નિયમો હેઠળ નોંધાયેલી હોવી જોઇશે.
  • સંસ્થા ન્યૂનતમ ૩ વર્ષ કે તેથી વધુ સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ અને શિક્ષણના ક્ષેત્રમાં કાર્યાન્વિત હોવી જોઇશે.
  • સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષના IT રીટર્ન રજુ કરવાના રહેશે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોની આવક દર્શાવેલ હોવી જોઇએ.
  • સંસ્થા ફરજીયાત GST નંબર ધરાવતી હોવી જોઇએ. જેના રજીસ્ટ્રેશનના આધાર રજુ કરવાના રહેશે.