લોન મંજુરીની શરતો તથા પુરા પાડવાના થતા દસ્તાવેજોની વિગત:
૧. અરજદારે અરજીપત્રક સાથે જોડેલ નીચે મુજબની પુરાવાની પ્રમાણિત નકલો ફરીથી રજુ કરવી:-
(૧) ઉંમરના પુરાવા માટે જન્મ નોંધણી પ્રમાણપત્ર/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(૨) રહેઠાણના પુરાવા માટે લાઇટ બીલ ચુંટણીકાર્ડ, ટેક્ષ બીલ/ રેશનકાર્ડ કાર્ડની નકલ શહેરી વિસ્તાર
(૩) ધંધાના અનુભવનું પ્રમાણપત્ર
(૪) ફોટા સહિતના ઓળખકાર્ડની નકલ (આધાર કાર્ડ,મતદાર ઓળખકાર્ડ,ડ્રાઈવીંગ લાયસન્સ,પાનકાર્ડ વગેરે)
(૫) આધારકાર્ડની નકલ ફરજીયાત રજુ કરવી
(૬) ધંધાના માલ-સામાનનું ભાવ પત્રક.
૨. અરજદારે નમુના : ૧ મુજબ રૂ.૫૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું નોટરીશ્રી મારફત રજુ કરવાનું રહેશે. [ફરજિયાત]*
3. લાભાર્થીએ A.C Pay Only કરેલ તેઓને લોન મેળવાની હોય તે ખાતામાંથી નીચેના નામનો સહી સાથેના ચેક આપવાના રહેશે. [ફરજિયાત]*
” GUJ STATE HANDI DIVYANG FIN & DEV CORP 100%STATE SCHEME LOAN LEADING RECOVERY”
| ક્રમ |
લોનની રકમ |
ચેકની સંખ્યા |
| ૧. |
રૂ.૨,૦૦,૦૦૦/-સુધી લોન મેળવવા માટે |
દસ ચેક (૧૦) |
૪. લાભાર્થી જો ધિરાણની રકમ કરતા દોઢ ગણી રકમની બોજા મુક્ત સ્થાવર મિલકત ધરાવતા હોય તો અને તે મિલકત પર તેઓ નિગમનો બોજો નોંધાવે તો તેવા લાભાર્થીએ નીચે જણાવ્યા મુજબના કોઇ જામીન રજુ કરવાના રહેશે નહી. તેમને જાતજામીન તરીકે સ્વિકારી,તેમની મિલકત પર નિગમના બોજાની નોંધણીની નકલ રજુ થતાં ધિરાણ કરી શકાશે.
૫. લાભાર્થી જો ઉપર જણાવ્યા મુજબ પોતાની કોઈ મિલકત નિગમને તારણમાં આપી શકે તેમ ન હોય તો તેવા અરજદારે લોન માટે નીચે જણાવેલ વિકલ્પો પૈકી કોઇ પણ એક વિકલ્પ મુજબના જામીન રજુ કરવાના રહેશે.
- જામીન થનારની ઉંમર ૨૧ વર્ષથી ઓછી અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.અરજદારે જામીનદારની નીચેની વિગતો પણ રજુ કરવી. એક વખત નિગમમાં જામીન થયા હશે તેવા સરકારી જામીનદાર ફરીથી અન્ય કોઇ લાભાર્થીના જામીન તરીકે સ્વીકારવામાં આવશે નહી. અરજદારે જામીનદારના આધારકાર્ડ,ચુંટણીકાર્ડ,રેશનકાર્ડ,ડ્રાઇવિંગ લાયસન્સની નકલો રજુ કરવાની રહેશે.
નોંધ : જામીન અંગે વિગત
(૧) રૂ.૨,૦૦,૦૦૦/(બે લાખ) માં બે (૨) (જામીન સરકારી કર્મચારી, અથવા ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ, સદર હું મિલકતમાં નિગમના નામનો બોજો નોંધ કરાવવાનો રહેશે
જામીન તરીકે ધિરાણની રકમ દોઢ ગણી રકમની પોતાની સ્થાવર મિલકત બોજા નોંધ કરી આપવાની રહેશે.
અથવા
તા.ક: સરકારી કચેરીમાં ફરજ બજાવતા વ્યક્તિ જામીન થાય તો કચેરીના વડાના બાંહેધરી પત્ર આપવાનો રહેશે
૧. મિલકતવાળા જામીન:-
(૧) જામીન લોનની રકમ કરતાં દોઢ ગણી રકમ જેટલી કિંમતની મિલકત પોતાના નામે ધારણ કરતા હોવા જોઈએ અને આ મિલકત પર કોઈ બોજો નોંધાયેલ હોવો જોઇએ નહી એટલે કે આ મિલકત બોજા મુક્ત હોવી જોઇએ. આ મિલકતના પુરાવા તરીકે પ્રોપર્ટી કાર્ડની નકલ, મિલકતની કિંમત નક્કી કરતો પ્રમાણપત્ર (વેલ્યુએશન સર્ટીફીકેટ) રજુ કરવાના રહેશે. (૨) ખેતીની જમીનના કિસ્સામાં યોગ્ય અધિકારીના ગામના મહેસુલી રેકર્ડના નમુના ૮/અ અને ૭/૧૨ ની નકલ અને ગામના મહેસુલી રેકર્ડ નમુના-૩ ની તલાટીની સહી વાળી અસલ નકલ રજુ કરવાની રહેશે. જો આ મિલકતના ભાગીદારો એક કરતાં વધુ હોય તો તેઓની ગામના તલાટીશ્રી રૂબરૂ સમંતિ મેળવવી આ સાથે મોકલાવેલ જામીનખત ( સામેલ રાખેલ નમુના : ૨ ) માં વિગતો ભરી તેમાં દર્શાવ્યા મુજબ જામીનદારનો ફોટો લગાવી તેના પર સરપંચશ્રી / તલાટી–કમ-મંત્રીશ્રી / રાજ્યપત્રીત અધિકારીશ્રી પાસે સહી કરાવવી.આ નિગમ દ્વારા જામીનનો ગ્રાહ્ય રાખ્યા પછી જામીનની મિલકત ઉપર નિગમના નામે બોજાની નોંધણી યોગ્ય અધિકારીશ્રી પાસે કરાવેલ છે તે બાબતનું પત્રક (સામેલ રાખેલ (નમુના : ૪) માં રજુ કરવાના રહેશે.
૨. સરકારી નોકરીયાત કિસ્સામાં જામીનની વિગતો:-
બે વખત નિગમમાં જામીન થયા હશે તેવા સરકારી કર્મચારી/અધિકારીને ફરીથી જામીન તરીકે સ્વીકારવામાં આવશે નહી.
(૧) જામીન સરકારી / જાહેર સાહસ / સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારી હોવા જોઇએ
(૨) જામીન થયેલ કર્મચારીની વય નિવૃત્તિનો સમય ઓછામાં ઓછા ૮(આઠ) વર્ષ થી વધુ બાકી હોવા જોઇએ.
(૩) જામીનદારએ પોતાની છેલ્લી ત્રણ માસની પગાર સ્લીપની પ્રમાણીત નકલ રજુ કરવાની રહેશે
(૪) જામીનદારે લાભાર્થી નિગમનું લ્હેંણુ ન ભરે તો તેવા સંજોગોમાં નિગમનું ચઢી ગયેલ લ્હેંણુ જામીનદાર પોતે
ભરી આપશે. તેવુ સંમતિપત્ર (સામેલ રાખેલ નમુના:૫) મુજબ આપવાનું રહેશે.
(૫) જામીનદારની ઓળખ માટે જામીન જે કચેરીમાં ફરજ બજાવતા હોય તે કચેરીનું ફોટાવાળું ઓળખપત્રની નકલ રજુ કરવાનું રહેશે
(૬) જામીનદારે પોતાના રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડની નકલ રજુ કરવાનું રહેશે
૬. લોન અંગેના દસ્તાવેજો કરવા માટે નીચે દર્શાવેલ પત્રક મુજબના અધેશિવ સ્ટેમ્પ નીચેની વિગતે જિલ્લા તિજોરી કચેરીએ લગાવડાવવી કે ઇ-સ્ટેમ્પિંગની સુવિધા હોય ત્યાં ઈ-સ્ટેમ્પીંગ કરાવવું. ત્યારબાદ આ શાનગીરો જરૂરી વિગતો ભરીને તેમાં જામીનોની તથા લાભાર્થીની પોતાની દસ્તાવેજો ઉપર સંબંધિત કચેરીના અધિકારી/ કર્મચારીની રૂબરૂમાં સહીઓ કરવી /કરાવવી.
રૂ.૨.૦૦ લાખની લોન સહાય માટે ના અધેશીવ સ્ટેમ્પની વિગત. નીચે મુજબ રહેશે.
| અ. |
માંગણી પત્રક |
રૂ. ૧/- રેવન્યુ સ્ટેમ્પ |
| બ. |
ખાતરીપત્રક |
રૂ. ૫૦/- અધેશીવ સ્ટેમ્પ |
| ડ. |
લાભાર્થીનુ સોંગદનામું
(નોટરાઇઝ કરવાનુ રહેશે) |
રૂ. ૫૦/- અધેશીવ સ્ટેમ્પ |
| ક. |
લાભાર્થીનુ હાઇપોથીકેશન એગ્રીમેન્ટ |
રૂ. ૧૦૦/- અધેશીવ સ્ટેમ્પ |
| ઇ. |
જામીન દારની બાંહેધરી કુલ-૦૨ જામીનદાર હોઇ |
રૂ. ૩૦૦ + રૂ. ૩૦૦ અધેશીવ સ્ટેમ્પ |
| કુલ |
કુલ |
રૂ. ૮૦૧/- |
૭. અરજદારે ધિરાણ મળ્યાના દિન-૩૦ માં જે હેતુ માટે ધિરાણ અપાયુ છે તે વ્યવસાય શરુ કરવાનો રહેશે અને સમય મર્યાદામાં વ્યવસાય શરુ કરી તુરંત જ વ્યવસાયના સરનામાની અને લોનના મળ્યેથી ખરીદેલ સ્થાવર /જંગમ મિલ્કત સહિતની વિગતો તરત જ જિલ્લા કક્ષાએ રજુ કરવાની રહેશે. લોન મળ્યા બાદ વખતોવખત સબંધિત જિલ્લા કચેરીના અધિકારી/કર્મચારી જાતે તપાસ માં આવે ત્યારે તેમની જોઇતી તમામ માહિતી લાભાર્થીએ પુરી પાડવાની રહેશે.
૮. નિગમ દ્વારા જે હેતુ માટે લોન આપવામાં અવેલ છે તે હેતુ મટે જ લોનના નાણાનો ઉપયોગ કરાવાનો રહેશે. સબંધિત જિલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીની રૂબરૂ ચકાસણી દરમ્યાન લોનના નાણાંમાંથી કોઇ વ્યવસાય કરવામાં આવ્યો ન હોય અથવા લોનના નાણાંમાંથી વ્યવસાય માટે સાધનની ખરીદી કરવામાં આવેલ ન હોય અથવા લોનના નાણાં કોઈ અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હોવાનું તેઓના ધ્યાન પર આવશે તો આ લોન રદ કરી તમામ નાણાં લોન નક્કી કરેલ દંડનીય વ્યાજ સાથે વસુલ કરવામાં આવશે.
૯. દસ્તાવેજની કામગીરી સમયે સબંધિત જિલ્લા કચેરીના અધિકારી/કર્મચારીના રૂબરૂમાં કરવામાં આવતી કાર્યવાહી દરમ્યાન જો કોઈ દસ્તાવેજી પુરાવા અથવા જામીનની ઓળખમાં કે કોઈ બાબતે કોઈ ખોટુ થયેલ હોવાનુ ધ્યાન ઉપર આવશે તો તેજ સમયે આપની સૈધાંતિક મંજુર કરેલ લોન રદ કરવામાં આવશે.જેની ગંભીર નોંધ લેવી.
(અ) જિલ્લા અધિકારીશ્રીએ લોન વિતરણ થયા બાદ દિન-૩૦ માં લાભાર્થીએ વસાવેલ સાધન સામગ્રી ખરાઇ કરીને લાભાર્થી સાથેનો ફોટોગ્રાફ લેવાનો રહેશે. સાથે-સાથે લોનનો ઉપયોગ થયા બાબતનું ઉપયોગીતા પ્રમાણપત્ર લેવાનું રહેશે.જો લાભાર્થીએ કોટેશન મુજબના સાધનો ખરીદેલ ન હોય તો સબંધિત જિલ્લા કચેરીએ તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરીને નિગમને રીપોર્ટ કરવાનો રહેશે.
(બ) લાભાર્થી જો લોન મળ્યા બાદ દિન-૩૦માં સાધન સામગ્રી ખરીદ ન કરે તો ધિરાણના દુરઉપયોગ બાબતે અને શરતોના ઉલ્લંધન અન્વયે લાભાર્થી ઉપર કાયદાકીય કાર્યવાહી કરવા અને ચુકવાયેલ ધિરાણ વ્યાજ સહિત એક સાથે વસુલ કરવા જિલ્લા અધિકારીશ્રીએ નિગમની કચેરીએ વિગતે અહેવાલ મોકલી આપવો.
૧૦. લાભાર્થીને લોન લીધા બાદ હપ્તા ભરવામાં કસર કરશે તો લોનની રકમ તેમજ ચડત વ્યાજ સહિતની પુરેપુરી રકમ ભરપાઇ કરવાની જવાબદારી લાભાર્થીની તથા જામીનની વ્યક્તિગત અને સામુહિક રહેશે.
૧૧. લાભાર્થીએ હપ્તો દર મહિનાની ૧ થી ૫ તારીખ સુધીમાં નિગમને જમા મળે તે રીતે જિલ્લા ખાતે આવેલ કોઇ પણ બેન્ક ઓફ બરોડાની શાખામાં ભરવાનો રહેશે.હપ્તો ભરવામાં કસુરવાર થયે લાભાર્થીએ આપેલ ચેક બેંક્માં રજુ કરવામાં આવશે.ચેક બાઉન્સ થશે તો લાભાર્થી સામે કાયદેસરની ફોજદારી તેમજ દિવાની રહે પગલા ભરવાની ફરજ પડશે અને આવા સંજોગોમાં નિગમને થનાર ખર્ચની અને આવનાર ન્યાયિક પરિણામની જવાબદારી લાભાર્થીની પોતાની રહેશે.
૧૨. લાભાર્થીએ લોન લેતી વખતે જે સરનામુ આપેલ હોય અને ત્યારબાદ જો આ સરનામું બદલાય તો લાભાર્થીએ તાત્કાલિક જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા અત્રેના નિગમને લેખિતમાં પત્ર દ્વારા જાણ કરવાની રહેશે.
૧૩. લોન વ્યાજના દરમાં કે યોજનાના અમલમાં રાષ્ટ્રીય દિવ્યાંગજન નાણાં અને વિકાસ નિગમ, દિલ્હી તરફથી કોઈપણ ફેરફાર કરવામાં આવશે તો તે મુજબ લોન લેનારને તે નિયમો બંધન કર્તા રહેશે.
૧૪. લોનની શરતો અને વ્યાજના દર વિગેરે બાબતોમાં જો વિવાદ ઉભો થાય તો મેનેજીંગ ડિરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય દિવ્યાંગજન નાણાં અને વિકાસ નિગમ, ગાંધીનગર જે નક્કી કરે તે નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
૧૫. આ લોન કે લોન પરનું વ્યાજ કે તોનો કોઈ ભાગ કોઈ પણ સંજોગોમાં માફ થવાને પાત્ર નથી કે આ લોન પર કોઈ પણ જાતની સબસીડી મળવા પાત્ર થતી નથી. જેથી લાભાર્થીએ મુદ્દલ તથા તેના પર થતું વ્યાજ નિયમિત ભરવાનું રહેશે.
૧૬. લોન અંગેના દસ્તાવેજ કર્યા બાદ પણ લોન લેનાર લાભાર્થીના કુટુંબમાંથી અન્ય વ્યક્તિને લોન આપેલ હોવાનુ નિગમના ધ્યાન ઉપર આવશે તો લાભાર્થી સામે ભારતીય ન્યાય સહિંતા ની કલમ-૩૧૬,૩૧૮,૩૧૯ ના ગુના સબબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને લાભાર્થીની લોન રદ કરીને વ્યાજ સહિત એકસામટી વસુલ કરવામાં આવશે.
૧૭. અધેશીવ સ્ટેમ્પ સાથે કરેલ કરારની તમામ શરતો લાભાર્થી તેમજ જામીનોને બંધનકર્તા રહેશે.
૧૮. આ લોનના સંદર્ભમાં કાયદા અન્વયે ન્યાયનું કાર્યક્ષેત્ર(જ્યુરીડીકશન) ગાંધીનગર રહેશે.
૧૯. સૈધાંતીક મંજુર થયેલ લોનની રકમમાંથી નિયમ અનુસારની કપાત બાદ ચુકવણી કરવામાં આવશે.
૨૦. ફંડ ઉપલબ્ધ થયેથી ધિરાણ/લોન ચુકવવામાં આવશે.