select
Website Will be going Under Maintenance
SC Caste Ceritficate
વિવરણ
  • કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારશ્રી દ્વારા વખતોવખતના એકટ / ઠરાવોથી ફુલ-૩૬ જાતિ / સમૂહને અનુસૂચિત જાતિ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
હેતુ
  • ગુજરાતની અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર યોજનાકીય લાભો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ઉચ્ય અભ્યાસક્રમાં અનામત તેમજ રાજય સરકારની નોકરીમાં અનામતના હેતુ માટે જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે.
પાત્રતાનો માપદંડ
  • અરજદારશ્રીનું મુળ ગુજરાત રાજયના કાયમી વતની તેમજ મુળ અનુસૂચિત જાતિના સભ્ય હોવા જોઇએ.
  • અનુસૂચિત જાતિના સંબંઘિત ઇસમ / સભ્ય અગરતો તેના પિતા / પ્રપિતા / વડવાઓ અન્ય રાજયમાંથી સ્થળાંતર કરી ગુજરાત રાજયમાં વસવાટ કરતા હોય તેવા કિસ્સામાં પ્રેસીડેન્સીયલ ઓર્ડર તા.૧૦/૦૮/૧૯૫૦થી બહાર ૫ડયાની તારીખે અથવા તે પહેલાં ગુજરાત રાજયમાં કાયમી વસવાટ ઘરાવતા હોવા જરૂરી છે.
  • અનુસૂચિત જાતિના સંબંઘિત ઇસમ / સભ્ય અગરતો તેના પિતા / પ્રપિતા / વડવાઓ મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ગુજરાત રાજયમાં વસવાટ કરતાં હોય તેવા કિસ્સામાં તા.૦૧/૦૫/૧૯૬૦ ૫હેલાં એટલે કે મુંબઇ રાજય વખતે ગુજરાત રાજયમાં કાયમી વસવાટ ઘરાવતા હોવા જરૂરી છે.
આવશ્યક દસ્તાવેજો
  • આ હેતુ માટે મુખ્યત્વે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહે છે.
    • આધાર કાર્ડ
    • અરજદારશ્રીનું શાળા છોડયાનું અસલ / નકલ પ્રમાણ૫ત્ર અથવા બોનાફાઇડ સર્ટીફીકેટ.
    • અરજદારશ્રીના પિતાશ્રીનું શાળા છોડયાનું અસલ / નકલ પ્રમાણ૫ત્ર.
    • અરજદારશ્રીના ભાઇ / બહેનના શાળા છોડયાના અસલ / નકલ પ્રમાણ૫ત્રો.
    • અરજદારશ્રીના ભાઇ / બહેનના અનુસૂચિત જાતિનું અસલ / નકલ પ્રમાણ૫ત્રો.
    • અરજદારશ્રીના પિતાનું અનુસૂચિત જાતિનું અસલ / નકલ પ્રમાણ૫ત્ર.
    • પિતા અભણ હોય તેવા કિસ્સામાં દાદા, કાકા, મોટા પપ્પા, ફોઇ પૈકી કોઇ એકનો જાતિ પુરવાર થાય તેવો અસલ દસ્તાવેજ અને પેઢીનામું.
    • રહેણાંકનો પુરાવો દર્શાવતો આધાર. (રેશનકાર્ડ / ચૂંટણીકાર્ડ /લાઇટ બીલ / ડ્રાઇવીંગ લાયસન્સ)
    • અનુસૂચિત જાતિના સંબંઘિત ઇસમ / સભ્ય અગરતો તેના પિતા / પ્રપિતા / વડવાઓ અન્ય રાજયમાંથી સ્થળાંતર કરી ગુજરાત રાજયમાં વસવાટ કરતા હોય તેવા કિસ્સામાં પ્રેસીડેન્સીયલ ઓર્ડર તા.૧૦/૦૮/૧૯૫૦થી બહાર ૫ડયાની તારીખે અથવા તે પહેલાં ગુજરાત રાજયમાં કાયમી વસવાટ ઘરાવતા હોય તેવા રેવન્યુ રેકર્ડ આઘારિત પુરાવાઓની અસલ તથા પ્રમાણિત નકલ.
    • અનુસૂચિત જાતિના સંબંઘિત ઇસમ / સભ્ય અગરતો તેના પિતા / પ્રપિતા / વડવાઓ મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ગુજરાત રાજયમાં વસવાટ કરતાં હોય તેવા કિસ્સામાં તા.૦૧/૦૫/૧૯૬૦ ૫હેલાં એટલે કે મુંબઇ રાજય વખતે ગુજરાતમાં સ્થાયી થયેલા હોય તેવા રેવન્યુ રેકર્ડ આઘારિત પુરાવાઓની અસલ તથા પ્રમાણિત નકલ.
    • અધિકારી દ્વારા રજૂ કરવા જણાવવામાં આવે તેવા અન્ય આધારો