Website Will be going Under Maintenance
Santshree Kabir SC Literature Award
યોજનાનો હેતુ
  • અનુસૂચિત જાતિના તથા પછાતવર્ગના લોકોમાં શોષણ, દમન, પીડા, વિદ્રોહ સંધર્ષ અને આકાંક્ષાઓને અભિવ્યક્ત કરી માનવીય ગરીમા સાથે તેમનામાં અધિકારો માટે જાગૃતિ લાવતા અને ખાસ કરીને વિભિન્ન વર્ગોમાં સામાજિક સમરસતા પ્રસ્થાપિત કરી અનુસૂચિત જાતિમાં અસ્મિતા પ્રગટકરતા સર્જનાત્મક સાહિત્ય ક્ષેત્રે મહત્વના અને મૌલિક યોગદાન આપનાર અનુસૂચિત જાતિના સાહિત્યકારોને સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ તા.૦૭/૦૨/૨૦૦૧ના સરકારશ્રીના ઠરાવથી વર્ષ ૨૦૦૧ થી આપવામાં આવે છે. આ એવોર્ડ ૨૦૦૧ માં કવિ નરસિંહ મહેતા સાહિત્ય એવોર્ડ તરીકે આપવામાં આવતો હતો ત્યારબાદ તા.૦૩/૦૨/૨૦૦૨ના સરકારશ્રીના ઠરાવથી આ એવોર્ડનું “કવિ નરસિંહ મહેતા” નામના બદલે “ સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ” આપવાનું ઠરાવેલ છે.
નિયમો અને શરતો
  • હાલમાં એવોર્ડ માટે રૂા.૧.૦૦ લાખની રોકડ રકમ અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે.
  • આ એવોર્ડ વ્યકિતગત ધોરણે આપવામાં આવે છે.
  • એવોર્ડ પસંદગી નિર્ણાયક સમિતિની મુદ્દત ૩ વર્ષની રહેશે. તથા આ બાબત લેખિત અને ગુપ્ત રાખવાની રહેશે.
  • કોઇપણ વ્યક્તિ એવોર્ડ માટે પોતના નામની ભલામણ કરી શકશે નહી.
  • કોઇપણ વ્યક્તિ કે સંસ્થા કોઇપણ એક જ નામની એવોર્ડ માટે ભલામણ કરી શકશે.
  • એવોર્ડ પસંદગી નિર્ણાયક સમિતિના સભ્યો કોઇના નામની ભલામણ કરી શકશે નહિ.
  • છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિના લોકોના ઉત્કર્ષ માટે સર્જનાત્મક સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર અનુસૂચિત જાતિના સાહિત્યકારને આ એવોર્ડ આપવામાં આવશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • ચૂંટણી ઓળખપત્ર
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો (પ્રમાણિત નકલ)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જન્મનો દાખલ/સ્કુલ લીવીંગ પ્રમાણપત્ર (પ્રમાણિત નકલ)
  • એવોર્ડ માટે ભલામણ કરેલ મહાનુભાવોની વિગત (ચાલુ વર્ષની જાહેરાતના સંદર્ભમાં)
  • અગાઉ કોઈ એવોર્ડ મળેલ હોય તો તેની વિગત (વર્ષ સહિત વિગતો આપવી)
  • એવોર્ડ માટે અરજી કરનારનો અદ્યતન ફોટોગ્રાફ
  • શૈક્ષણિક લાયકાત
  • સમાજ કલ્યાણના કયા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરેલ છે. (આધાર સહિત)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)