Website Will be going Under Maintenance
Student Assistance for Coaching Class For NEET/JEE/GUJCET
યોજનાનો હેતુ
  • ધો. ૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધો:૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતર્વગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. યોજના શરૂ થયાનું વર્ષ : વર્ષ ૨૦૧૪-૧૫
તાલીમાર્થીઓના નીચે મુજબના ધારાધોરણના આધારે કોચિંગ સહાય મળવા પાત્ર રહેશે.
  • મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી(વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને) તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે
  • તાલીમાર્થીએ ધોરણ-૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય.
  • તાલીમાર્થી વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો જોઇએ.
  • તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ
  • તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે
  • તાલીમાર્થીને આ યોજનાનો લાભ ધોરણ-૧૨માં એક જ વાર મળવાપાત્ર થશે
  • તાલીમાર્થી તાલીમ દરમિયાન અન્ય સ્થળે નોકરી કરી શકશે નહિ. જો તેમ સાબિત થશે તો, પુરી રકમ નિયામક, વિકસતી જાતિ કલ્યાણ દ્વારા વસુલ કરવાની રહેશે
  • સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે
તાલીમાર્થીએ નીચે મુજબના ધારાધોરણ ધરાવતી સંસ્થા કોચિંગ સહાય માટે પસંદ કરવાની રહેશે.
  • તાલીમાર્થીએ પસંદ કરેલ સંસ્થા GST/PAN નંબર ધરાવતી હોવી જોઇએ.
  • તાલીમ આપતી સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦, કંપની અધિનિયમ, ૧૯૫૬, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮) વગેરે જેવા કોઇપણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઇએ.
  • સંસ્થા ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઇએ.
  • સંસ્થા અન્ય સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઇએ.
રજુ કરવાના ડોક્યુમેન્
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • એસ.એસ.સી. ની માર્કશીટ
  • ધોરણ- ૧૨ માં જે તે શાળામાં અભ્યાસ કરતાં હોય તે અંગેનું પ્રમાણ પત્ર (બોનાફાઇડ)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર