Website Will be going Under Maintenance
SEBC Certificate
વિવરણ
  • ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા વખતોવખતના ઠરાવોથી ફુલ ૧૪૬ જાતિ/સમૂહને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
હેતુ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર યોજનાકીય લાભો , સ્થાનિક સ્વરાજની ચૂંટણી , ઉચ્ય અભ્યાસક્રમાં અનામત તેમજ સરકારી નોકરીયોમાં અનામતના હેતુ માટે આવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે.
પાત્રતાનો માપદંડ
  • અરજદાર મૂળ ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીની જાતિના તથા મૂળ ગુજરાત રાજ્યના વતની એટલે કે તા. ૧/૪/૧૯૭૮થી ગુજરાત રાજ્ય ખાતે કાયમી વસવાટ ધરાવતા હોવા જરૂરી છે.
આવશ્યક દસ્તાવેજો
  • આ હેતુ માટે મુખ્યત્વે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહે છે.
    • ઉમેદવારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
    • પિતાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
    • પિતાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર ન હોય તો કાકા, દાદા, ફોઇ વગેરે પૈકી કોઈ એકનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
    • સામાજિક અને શક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પ્રસ્થાપિત થાય તેવા અન્ય સરકારી રેકર્ડ આધારીત જાતિ આધારો
    • રહેણાંકનો પુરાવો દર્શાવતો આધાર
    • અધિકારી દ્વારા રજૂ કરવા જણાવવામાં આવે તેવા અન્ય આધારો