Website Will be going Under Maintenance
Divyang Lagna Sahay
યોજનાનું નામ
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજના
પાત્રતાના માપદંડ
  • કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
  • આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ નિચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
ક્રમ નં દિવ્યાંગતા મળવાપાત્ર યોજનાનો લાભ
અંધત્વ ૪૦ ટકા કે તેથી વધુ
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય ૪૦ ટકા કે તેથી વધુ
સાંભળવાની ક્ષતિ ૭૧ થી ૧૦૦ ટકા
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ ૫૦ ટકા કે તેથી વધુ
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ ૫૦ ટકા કે તેથી વધુ
ઓછી દ્રષ્ટી ૪૦ ટકા કે તેથી વધુ
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા ૫૦ ટકા કે તેથી વધુ
બૌધ્ધિક અસમર્થતા ૫૦ ટકા કે તેથી વધુ
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા ૫૦ ટકા કે તેથી વધુ
૧૦ રકતપિત-સાજા થયેલા ૪૦ ટકા કે તેથી વધુ
૧૧ દીર્ધ કાલીન અનેમિયા ૫૦ ટકા કે તેથી વધુ
૧૨ એસીડના હુમલાનો ભોગ બનેલા ૪૦ ટકા કે તેથી વધુ
૧3 હલન ચલન સથેની અશકતતા ૪૦ ટકા કે તેથી વધુ
૧૪ સેરેબલપાલ્સી ૪૦ ટકા કે તેથી વધુ
૧૫ વામનતા ૪૦ ટકા કે તેથી વધુ
૧૬ માનસિક બિમાર ૫૦ ટકા કે તેથી વધુ
૧૭ બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ ૪૦ ટકા કે તેથી વધુ
૧૮ ખાસ અભ્યાસ સંબધિત વિકલાંગતા ૫૦ ટકા કે તેથી વધુ
૧૯ વાણી અને ભાષાની અશકતતા ૫૦ ટકા કે તેથી વધુ
૨૦ ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ ૫૦ ટકા કે તેથી વધુ
૨૧ બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા ૫૦ ટકા કે તેથી વધુ
સહાયનો દર
  • આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
  • બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
  • લગ્ન કંકોત્રી
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર