Website Will be going Under Maintenance
Student Assistance for Coaching Class For NEET/JEE/GUJCET
યોજનાનો હેતુ
  • ધો:૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધો:૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને NEET,JEE,GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે
યોજના શરૂ થયાનું વર્ષ : વર્ષ ૨૦૧૪-૧૫
નિયમો અને શરતો
  • વિદ્યાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે
  • વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ
    • સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ.
    • સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ
    • સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિન્ટ) મશીન હોવું જોઇએ.
    • તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ
      1. મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
      2. કંપની અધિનિયમ, ૧૯૫૬
      3. શોપ એન્‍ડ એસ્ટાબ્લિશમેન્‍ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮)
  • તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • એસ.એસ.સી. અથવા એ થી આગળ કરેલ અભ્યાસની તમામ માર્કશીટ
  • ધોરણ- ૧૨ માં જે તે શાળામાં અભ્યાસ કરતાં હોય તે અંગેનું પ્રમાણ પત્ર (બોનાફાઇડ) :
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો :
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર :