Website Will be going Under Maintenance
Micro Credit Finance Yojana
યોજનાનો હેતુ
  • ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના (MCF)હેઠળ જુદા જુદા ધંધા/વ્યવસાયો જેવા કે, મંડપ ડેકોરેશન, કોમ્પ્યુટર, ઇલેકટ્રીકની દુકાન, પશુપાલન, કરીયણાની દુકાન, વાંસકામ, મોબાઇલ રીપેરીંગ, દરજીકામ, સુથારી કામ, કડીયાકામ વગેરે માટે સફાઇ કામદાર/આશ્રિત પુરૂષોને વ્યક્તિગત રૂા. ૧૦૦,૦૦૦/- ની લોન/ ધિરાણ ૫ ટકાના વ્યાજદરે આપવામાં આવે છે.
પત્રતા
  • સફાઇ કામદાર/આશ્રિત પુરૂષ
  • ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • ચૂંટણી ઓળખપત્ર
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો.
  • સફાઇ કામદાર/આશ્રિતનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • બી.પી.એલ. નુ પ્રમાણપત્ર (જો બી.પી.એલ. હોય તો)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું બાંહેધરી પત્ર