ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર
યોજનાનું નામ : બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટ તાલીમ માટેની લૉન યોજના
યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો
- કોમર્શિયલ પાયલોટ તાલીમ લૉન યોજના માટે મહત્તમ રૂ.૨૫.૦૦ લાખની લૉન
લાયકાતના ધોરણો :
- ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી
- કોમર્શિયલ પાયલોટ તાલીમ માટે માન્ય એડમીશન આપતી સંસ્થાના એડમિશન માટેના શૈક્ષણિક માપદંડ ધરાવતા હોવા જોઈએ.
વ્યાજનો દર :
- વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.
આવક મર્યાદા :
- કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.
મહત્વના જરૂરી આધારો :
- કુટુંબની આવકનો દાખલો,
- બિનઅનામતનો દાખલો
- આઇ. ટી. રીટર્ન (આવક રૂ.૨.૫ લાખથી વધુ હોય તો ફરજીયાત આઇ.ટી.આર. અન્યથા સ્વઘોષણાપત્ર)
- અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
- કોમર્શિયલ પાયલોટ તાલીમ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિ./કોલેજનો એડમીશન લેટર
- સ્ટુડન્ટ પાયલોટ પરમીટ
- કોમર્શિયલ પાયલોટ તાલીમ અંગેનું મેડીકલ સર્ટિફિકેટ
- DGCA દ્વારા આપવામાં આવેલ કૉમ્પ્યુટર નંબર તથા પરીક્ષા પરીણામની વિગતો
- એડમિશન લીધેલ સંસ્થાના કોમર્શિયલ પાયલોટ તાલીમ માટે માન્યતાનો આધાર સમયગાળા સાથે
- કૉલેજના લેટરહેડ પર કોમર્શિયલ પાયલોટ તાલીમની રૂપરેખા
- પ્રતિવર્ષ ભરવાની થતી / ભરેલ ફી નો પુરાવો અને સમગ્ર કોર્સ ની ફી નું માળખુ
- પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ પત્ર(પરિશિષ્ટ-૧ મુજબ) (નિયત નમૂનો વેબસાઇટ પર ઉપલબ્ધ છે.)
- પિતા/વાલીની મિલકતનું સરકાર માન્ય વેલ્યુઅરનું વેલ્યુએશન સર્ટીફિકેટ મિલકતના ફોટા સાથે અને મિલકતના આધારો
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ :*
- લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક(પરિશિષ્ટ-૨ મુજબ)( નિયત નમૂનો વેબસાઇટ પર ઉપલબ્ધ છે) :*
- વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ ( જો અન્ય દેશમાં અભ્યાસ અર્થે જવાના હોય તો )
- વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ ( જો અન્ય દેશમાં અભ્યાસ અર્થે જવાના હોય તો )
- એર ટીકીટની નકલ ( જો અન્ય દેશમાં અભ્યાસ અર્થે જવાના હોય તો )
મોર્ગેજ :
- લોનની સૈધ્ધાંતિક મંજૂરી મળ્યેથી રજૂ કરેલ વાલીની મિલકતનું સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેજ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ના હોય તો રજુ કરેલ જામીનદારની મિલકત મોર્ગેજ કરવાની રહેશે. તેમજ બોજા નોંધ પડાવવાની રહેશે.
ફોર્મ કેવી રીતે ભરવુ :
અરજદારે વેબસાઇટ : esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર Citizen Help Manual પરથી મેળવી શકશે.
- ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, અરજી સબમીટ કરવાની રહેશે.
- જો અધુરી વિગતો જણાશે / માંગ્યા મુજબની વિગતો નહીં હોય તો વિદ્યાર્થીને બાકી વિગતો રજુ કરવા માટે અરજી પરત કરવામાં આવશે. વિદ્યાર્થી / વાલીએ માંગ્યા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે.
- ત્યાર બાદ જિલ્લા કચેરી વિદ્યાર્થીની અરજીને નિર્ણય અર્થે નિગમની કચેરીને મોકલી આપશે.
- પુર્તતા વાળી અરજીની પુર્તતા મંગાવવામાં આવશે, મંજૂરપાત્ર અરજીઓને સૈધ્ધાંતિક મંજૂર કરવામાં આવશે, નામંજૂરપાત્ર અરજી નામંજૂર કરવામાં આવશે.
- સૈધ્ધાંતિક મંજૂરી આદેશ મળ્યા બાદ વિદ્યાર્થીના વાલીએ નિયત નમુનાનુ ગીરોખત જિલ્લા કચેરી પાસેથી મેળવી પોતાની / જામીનદારની મિલકત (અરજીમાં રજુ કરેલ છે તે) સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરો (મોર્ગેજ) કરાવવાની રહેશે. બોજા નોંધ પડાવવાની રહેશે.
- બીજા તબક્કામાં અરજદારે ધિરાણ માટે ઓનલાઇન આધારો અપલોડ કરવાના રહેશે તેમજ તમામ આધારો સાથેની ફાઇલની બે કોપી જિલ્લા કચેરીમાં રજુ કરવાની રહેશે.
- વિદ્યાર્થીએ નિયત સમય મર્યાદામાં પુર્તતા પુર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પુર્તતા માટે પરત આવેલ અરજીઓ
સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.