Website Will be going Under Maintenance
Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Medical Graduate Doctors of Scheduled Caste
યોજનાનો હેતુ
  • ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકો (એમ.બી.બી.એસ/બી.એસ.એ.એમ/બી.એ.એમ.એસ/ બી.એ.એમ(આર્યુવેદ)/ બી.ડી.એસ(ડેન્ટલ) હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને ) મેળવેલ વિદ્યાર્થીઓને સ્વતંત્ર વ્યાસાય શરૂ કરવા માટે રૂ.૨,૫૦,૦૦૦/- લાખ લોન ૪ ટકાના દરે અને રૂ.૨૫,૦૦૦/- ની સહાય તથા આ યોજનામાં હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને )લોન / સહાય.
નિયમો અને શરતો
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર સરકારી કચેરી કે કોઇ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવા જોઇએ નહી.
  • આ યોજનાનો લાભ કુટુંબની એક જ વ્યકતિને એક જ વખત મળવાપાત્ર થશે.
  • અન્ય વ્યકિતની ભાગીદારી માલુમ ૫ડશે તો અરજદાર પાસેથી તમામ લોન સહાય તથા અન્ય ખર્ચ વસુલ કરવામાં આવશે.
  • અરજદારને લોન મંજુર કર્યા બાદ ૧૨ માસ ૫છી માસિક રૂા.૫૦,૦૦૦/-ના હપ્તેથી ૫રત વસુલ કરવામાં આવશે.
  • અરજદારને સરકારી સહાય મળ્યા બાદ ૩ માસમાં દવાખાનું શરૂ કરવાનું રહેશે.
  • હોમીયોપેથીક ડૉકટરોએ ફકત શુધ્ધ હોમીયોપેથીકમા જ પ્રૅકટીશ કરવાની રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • રજીસ્ટ્રેશનની નકલ
  • તબીબી સ્નાતક ડિગ્રીનું પ્રમાણપત્ર
  • અરજદારની ઉંમર નો પુરાવો/ શાળા છોડયાનું પ્રમાણપત્ર (હોય તો)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જાતજામીનખતનો નમૂનો
  • બાંહેધરી પત્રક
  • લોન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો
  • એકરારનામું
  • સોગંદનામું
  • જામીનદાર-૧ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા - ઇંડેક્સ)
  • જામીનદાર-૨ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા - ઇંડેક્સ)
  • જામીનદારના જામીનખતનો નમૂનો