This is demo website.
DC Government Chhatralay Admission
યોજનાનો હેતુ
 • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) અને આર્થિક રીતે પછાત વર્ગોમાં મેડીકલ, એન્‍જીનીયરીંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્‍લોમાં, આર્ટસ અને કોમર્સના સ્‍નાતક, અનુસ્‍નાતક, ઉચ્ચ અભ્યાસક્રમમાં તેમજ ધો.૧૧-૧૨ માં તમામ પ્રવાહમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ઉચ્‍ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુથી સરકારી છાત્રાલયોમાં વિના મૂલ્યે રહેવા, જમવાની સવલતો આપવામાં આવે છે.
નિયમો અને શરતો
 • પ્રવેશની અરજી કરનાર ફ્રેશ (નવા) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ તથા રીન્યુઅલ (જુના) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇશે.
 • કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ છે. કન્યા છાત્રો માટે ઓછી આવકવાળાને અગ્રતા આપવાની રહેશે.
 • પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મુળ ગુજરાતનો વતની હોવો જોઇએ
 • છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
 • છાત્રાલય જે જિલ્લામાં જે સ્થળે આવેલ હોય તે વિસ્તારની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે.
 • ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.
 • છાત્રાલયની માન્ય સંખ્યા તથા છાત્રાલયના મકાનની ક્ષમતા ધ્યાને રાખી પ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર ફ્રેશ વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
 • પ્રવેશ મેળવવા અરજી કરનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીની ઉંમર અરજીના વર્ષના જુલાઈ માસની પ્રથમ તારીખના રોજ ૨૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
 • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
 • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
 • જુના વિદ્યાર્થીએ ગત વર્ષનું વાર્ષિક પરીણામની નકલ યુનિવર્સીટીમાંથી મળવામાં ન હોય તો ગત વર્ષના છેલ્લા સેમેસ્ટરની નકલ અપલોડ કરવાની રહેશે અને તેમાં દર્શાવેલ ગુણની ટકાવારી અરજીમાં દર્શાવવી. વાર્ષિક પરિણામની નકલ મળ્યેથી તુરત જ છાત્રાલયમાં મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે અને તેમાં નિયત ગુણની ટકાવારી મેળવેલ હશે તો જ છાત્રાલયમાં ફાઇનલ પ્રવેશ આપવામાં આવશે
 • ફ્રેશ વિદ્યાર્થીએ ધો.૧૧/૧૨માં પ્રવેશ મેળવવા ધો.૧૦ નું, ડીપ્લોમાં પાસ કરી ડીગ્રીમાં પ્રવેશ મેળવવા ડીપ્લોમાંનું, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ધો.૧૨ નું તેમજ અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા સ્નાતક અભ્યાસક્રમનું પરીણામ અપલોડ કરવાનું રહેશે
 • વિદ્યાર્થીના બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ
 • શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર
 • શાળા છોડયાનું પ્રમાણ પત્ર
 • વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાંક હોય તો)
 • વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા/ત્યક્તાના બાળક હોય તો))
 • અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)