Website Will be going Under Maintenance
Manav Garima Yojana
યોજનાનો હેતુ
  • નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.
નિયમો અને શરતો
  • અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
  • અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય.
  • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
  • કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)
    • કડીયાકામ
    • સેન્‍ટીંગ કામ
    • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
    • મોચીકામ
    • દરજીકામ
    • ભરતકામ
    • કુંભારીકામ
    • વિવિધ પ્રકારની ફેરી
    • પ્લમ્બર
    • બ્યુટી પાર્લર
    • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
    • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
    • સુથારીકામ
    • ધોબીકામ
    • સાવરણી સુપડા બનાવનાર
    • દુધ-દહી વેચનાર
    • માછલી વેચનાર
    • પાપડ બનાવટ
    • અથાણા બનાવટ
    • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
    • પંચર કીટ
    • ફ્લોર મીલ
    • મસાલા મીલ
    • મોબાઇલ રીપેરીંગ
    • હેર કટીંગ (વાળંદ કામ)
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • સ્વ ઘોષણા
  • એકરારનામું
News/Notification Information