This is demo website.
Four Wheeler Loading Van
યોજનાનો હેતુ :-

સ્વરોજગાર મેળવવા માટે માલવાહક ફોર વ્હીલર મેળવવા ઇચ્છતા તેમજ ફાસ્ટફૂડનો ધંધો કરવા માટે પણ માલવાહક ફોર વ્હીલર મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિકરીતે મદદરૂપ થવા ખુબ જ હળવા દરે લોન આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત વિવિધ પેટા યોજનાઓ :-
ક્રમ યોજના GOG / NSFDC વર્ષ
1 માલ વાહક ફોર વ્હીલર NSFDC ૨૦૧૮-૧૯
2 માલવાહક ફોર વ્હીલર (રેફ્રીજેટર્વાન/ફૂડકોર્ટવાન/ એબ્યુલન્સવાન) (આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ થી રૂ.૩.૦૦ લાખ ) NSFDC ૨૦૧૯-૨૦
(અ) માલવાહ્ક ફોર વ્હીલર યોજના (NSFDC) (૨૦૧૮-૧૯ )

ક્રમ

યોજના

વર્ષ

યુનીટ કોસ્ટ

લભાર્થી ફાળો

નિગમની લોન

યુનીટ

માલ વાહક ફોર વ્હીલર

૨૦૧૮-૧૯

૬૨૩૦૦૦/-

૩૨૦૦૦/-

૫૯૧૦૦૦/-

૩૪

નિયમો અને શરતો
 • (૧) અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
 • (૨) અરજદારના કુટુબની કુલ વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
 • (૩) અરજદારની ઉમંર ૨૧ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
 • (૪) આ યોજનાનો વ્યાજનો દર ૫% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨.૫ % દંડનીય વ્યાજ લેવામાં આવશે.
 • (૫) આ યોજનાની વસુલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે
 • (૬) અરજદાર કે અરજદારના કુટુબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
 • (૭) અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.
(બ) માલવાહક ફોર વ્હીલર (રેફ્રીજેટર્વાન/ફૂડકોર્ટવાન/ એબ્યુલન્સવાન) (આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ થી રૂ.૩.૦૦ લાખ) (NSFDC)(૨૦૧૯-૨૦ )

ક્રમ

યોજના

વર્ષ

યુનીટ કોસ્ટ

લભાર્થી ફાળો

નિગમની લોન

યુનીટ

માલવાહક ફોર વ્હીલર (રેફ્રીજેટર્વાન/ફૂડકોર્ટવાન/ એબ્યુલન્સવાન) (આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ થી રૂ.૩.૦૦ લાખ )

૨૦૧૯-૨૦

૭૫૪૦૦૦/-

૩૮૦૦૦/-

૭૧૬૦૦૦/-

૦૭

નિયમો અને શરતો
 • (૧) અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
 • (૨) અરજદારના કુટુબની કુલ વાર્ષિક આવક રૂ.૧.૫૦,૦૦૧ થી રૂ.૩,૦૦,૦૦૦/- સુધીની હોવી જોઇએ.
 • (૩) અરજદારની ઉમંર ૨૧ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
 • (૪) આ યોજનાનો વ્યાજનો દર ૫% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨.૫ % દંડનીય વ્યાજ લેવામાં આવશે.
 • (૫) આ યોજનાની વસુલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે
 • (૬) અરજદાર કે અરજદારના કુટુબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
 • (૭) અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.
બન્ને યોજના રજુ કરવાના ડોક્યુમેન્ટ
(અ) ઓનલાઇન અરજી કરતી વખતે (અપલોડ કરવા)
 • (૧) ઓળખનો પુરાવો ( કોઇ એક )
  •    - આધારકાર્ડ
  •    - ચુંટણીકાર્ડ
  •    - ડ્રાઇવીંગ લાઇસન્સ
  •    - પાનકાર્ડ
 • (૨) ઉંમરનો પુરાવો
 • (૩) જાતિનો પુરાવો
 • (૪) આવકનો પુરાવો
 • (૫) રહેઠાણનો પુરાવો ( કોઇ એક )
  •    - આધારકાર્ડ
  •    - ચુંટણીકાર્ડ
  •    - રેશનકાર્ડ
  •    - લાઇટ બિલડ
 • (૬) ફોટો અને સહિ

(બ) પસંદગી થયા બાદ (ઓફલાઇન જીલ્લા કચેરી રૂબરૂ)
 • (૧) ચૂંટણીકાર્ડની પ્રમાણિત નકલ
 • (૨) અરજદારના બેંક ખાતાના પોસ્ટડેટેડ ચેક
 • (૩) બેંકમાં કોઇ લેણું બાકી નથી, તે અંગેનું NO DUE સર્ટીફીકેટ
 • (૪) અરજદારે અગાઉ કોઇ સરકારી એજન્સી તરફથી સહાય મળેલ નથી, તે બાબતનું સ્ટેમ્પ  પેપજ પર સોંગધનામુ.
 • (૫) રેવન્યુ સ્ટેમ્પ નંગ-૦૮
 • (૬) ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરીયાત મુજબ GST નંબર ધરાવતા ડીલર / વિક્રેતાનું કોટેશન.
 • (૭) ધંધાના સ્થળ માટેનો આધાર, ભાડાની દુકાન માટે ભાડાચીઠ્ઠી  / પોતાની માલીકીની હોય તો તેનો આધાર.
 • (૮) રૂ.૧.૦૦ લાખ સુધી અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી તેમજ રૂ.૧.૦૦ થી વધુના ધિરાણમાં ધિરાણની રકમના ૦.૨૫% મુજબ અધેસિવ સ્ટેમ્પ તથા બાંહેધરીપત્ર પર રૂ.૩૦૦/- અને ખાત્રીપત્રક પર રૂ.૩૦૦ ના અધેસિવ સ્ટેમ્પ લગાવવા.
 • (૯) જામીનદાર.
  • (અ) રૂ.૫૦,૦૦૦/-સુધીની રકમના ધિરાણ માટે જામીન આપવાના રહેતા નથી.
  • (બ) રૂ.૫૦,૦૦૧/- થી રૂ.૧,૦૦,૦૦૦/- સુધીની રકમના ધિરાણ માટે એક જામીન આપવાના રહે છે.
   • સરકારી / અર્ધસરકારી નોકરી કરતા કર્મચારી
   • અથવા

   • ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ. (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજાનોંધ કરાવવાની રહેશે. )
   • અથવા

   • જાત જામીન એટલે કે, ધિરાણની રકમથી દોઢ ગણી રકમની પોતાની સ્થાવર મિલકત. બોજાનોંધ કરાવવાની રહેશે.
  • (ક) રૂ.૧,૦૦,૦૦૦/- થી વધુની રકમના ધિરાણ માટે બે જામીન આપવાના રહે છે.
   • સરકારી / અર્ધસરકારી નોકરી કરતા કર્મચારી
   • અથવા

   • ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ. (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજાનોંધ કરાવવાની રહેશે. )