Website Will be going Under Maintenance
Dr. P. G. Solanki Scheme for Stipend to Scheduled Caste Lawyers
યોજનાનો હેતુ
  • કાયદાની પદવી મેળવીને પ્રેક્ટીસ કરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વકીલાતની સ્વતંત્ર પ્રેક્ટીસ કરી શકતા નથી અને અધવચ્ચે પ્રેક્ટીસ છોડી દેતા હોય છે તેથી આવી અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સીનીયર વકીલને માસિક ૩૦૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવે છે,વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષેથી -પ્રથમ વર્ષેઃ માસિક ₹.૭૦૦૦/-,બીજા વર્ષેઃ માસિક ₹.૬૦૦૦/-,ત્રીજા વર્ષેઃ માસિક ₹.૫૦૦૦/- આપવામા આવે છે
નિયમો અને શરતો
  • જુનિયર વકીલ હોય તેવા અરજદારે સનદ મળ્યા તારીખથી બે વર્ષમાં ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની રહેશે
  • આ યોજના હેઠળ વાર્ષિક આવકમર્યાદા રૂ.૬,૦૦,૦૦૦/-ની રહેશે
  • આ યોજના હેઠળ જુનિયર વકીલ સ્ટાઈપેન્ડ મેળવવા ગુજરાત બાર કાઉન્સીલમાં નોંધણી કર્યેથી બે વર્ષની અંદર અરજી કરેલી હશે તેને સ્ટાઈપેન્ડ મળવાપાત્ર થશે
  • મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના કાયદા સ્નાતક યુવક / યુવતીઓને આ યોજનાઓનો લાભ મળવાપાત્ર થશે. અન્ય રાજ્યના અનુસૂચિત જાતિના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદાનું ધોરણ રૂ. ૬.૦૦ લાખ રહેશે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દ્વારા મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના હોવાનું સક્ષમ અધિકારીનું “જાતિ પ્રમાણપત્ર” રજુ કરવાનું રહેશે.
  • આ યોજનાનો લાભ એક વ્યકિતને એક જ વખત લાભ આપવામાં આવશે
  • જુનિયર વકીલ જે સિનીયર વકીલના હાથ નીચે પ્રેકટિસ કરતા હોય તેઓને દર ત્રણ માસે જે તે જુનિયર વકીલ દ્વારા પ્રેકટીસ કરવામાં આવી છે તેવું પ્રમાણપત્ર સંબંધિત જિલ્લા નાયબ નિયામકશ્રી (અજાક) સમક્ષ રજૂ કરવાના રહેશે
  • સિનિયર વકીલ વધુમાં વધુ પાંચ જુનિયર વકીલ તાલીમાર્થી રાખી શકશે
  • સિનિયર વકીલ તરીકે વકીલાતની પ્રેક્ટિસનો 07 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઇએ
  • સિનીયર વકીલ તરીકે આ પ્રકારની તાલીમ જુનિયર વકીલોને જિલ્લા મથકે આપવાની રહેશે
  • આ યોજના હેઠળ ફાળવેલ કુલ લક્ષ્યાંક પૈકી દિવ્યાંગ વ્યકિતઓ માટે ૫ ટકા અનામત રાખવાની રહેશે તથા દિવ્યાંગ વ્યકિતઓને આવકમર્યાદા ધ્યાને લેવાની રહેશે નહી.
  • જુનિયર વકીલ અને સિનીયર વકીલના E- KYC ફરજીયાત કરવાનું
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • જુનિયર વકીલનું આધાર કાર્ડ
  • જુનિયર વકીલનો જાતિનો દાખલો
  • જુનિયર વકીલનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • થર્ડ એલ.એલ.બી.પાસ કર્યાની માર્કશીટ
  • જુનિયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જુનિયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (જુનિયર વકીલના નામનું)
  • સીનીયર વકીલનું આધાર કાર્ડ
  • સીનીયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ
  • સીનીયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર
  • સીનીયર વકીલ ૭ વર્ષથી વધુ સમયથી પ્રેકટીસ કરે છે તે મતલબનું જે તે સીનીયરનું પ્રમાણપત્ર
  • સીનીયર વકીલના હાથ નીચે હાલમાં કેટલા જૂનિયર વકીલો તાલીમ લે છે તે અંગેની લેખિત વિગતો જે તે સીનીયર વકીલ પાસેથી લેખિતમાં મેળવેલ પત્રક
  • સીનીયર વકીલનું તાલીમ આપવા અંગેનું સંમતિ પત્રક
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (સિનીયર વકીલના નામનું)
News/Notification Information