select
Website Will be going Under Maintenance
Dr. P. G. Solanki Scheme for Stipend to Scheduled Caste Lawyers
યોજનાનો હેતુ
  • કાયદાની પદવી મેળવીને પ્રેક્ટીસ કરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વકીલાતની સ્વતંત્ર પ્રેક્ટીસ કરી શકતા નથી અને અધવચ્ચે પ્રેક્ટીસ છોડી દેતા હોય છે તેથી આવી અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સીનીયર વકીલને માસિક ૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવે છે,વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષેથી -પ્રથમ વર્ષેઃ માસિક ₹.૧૦૦૦/-,બીજા વર્ષેઃ માસિક ₹.૮૦૦/-,ત્રીજા વર્ષેઃ માસિક ₹૬૦૦/- આપવામા આવે છે.
નિયમો અને શરતો
  • ગુજરાત બાર કાઉન્સીલમાં નોંધણી કરાવ્યેથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે.
  • સિનિયર વકીલ ઓછામાં ઓછા ૧૦ વર્ષથી વધુ સમયથી પ્રેક્ટીસ કરતા હોવા જોઇએ.
  • આ યોજનામાં આવકમર્યાદા નથી.
  • સિનિયર વકીલ વધુમા વધુ પાંચ જુનીયર વકીલોને તાલીમ માટે રાખીશકશે.
  • વકીલાતની તાલીમ જિલ્લા મથકે આ૫વાની રહેશે. તેમાં સુઘારો કરી આ પ્રકારની તાલીમ તાલુકા મથકે ૫ણ આપી શકાશે.
  • આ યોજનાનો લાભ એક વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • જુનિયર વકીલનું આધાર કાર્ડ
  • જુનિયર વકીલનો જાતિનો દાખલો
  • જુનિયર વકીલનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • થર્ડ એલ.એલ.બી.પાસ કર્યાની માર્કશીટ
  • જુનિયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જુનિયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (જુનિયર વકીલના નામનું)
  • સીનીયર વકીલનું આધાર કાર્ડ
  • સીનીયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ
  • સીનીયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર
  • સીનીયર વકીલ દશ વર્ષથી વધુ સમયથી પ્રેકટીસ કરે છે તે મતલબનું જે તે સીનીયરનું પ્રમાણપત્ર
  • સીનીયર વકીલના હાથ નીચે હાલમાં કેટલા જૂનિયર વકીલો તાલીમ લે છે તે અંગેની લેખિત વિગતો જે તે સીનીયર વકીલ પાસેથી લેખિતમાં મેળવેલ પત્રક
  • સીનીયર વકીલનું તાલીમ આપવા અંગેનું સંમતિ પત્રક
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (સિનીયર વકીલના નામનું)