This is demo website.
GSHFDC Loan Scheme
ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ
લોન મંજુરી અંગેની શરતો અને બોલીઓ :-
 1. અરજદારે નમુના નંબર -૧ મુજબ સોગંધનામુ કરવાનુ રહેશે.
 2. અરજદારે રુ.૧,૦૦,૦૦૦/-સુધી ની લોન માટે એક જામીન આપવાના રહેશે. રજુ કરેલ જામીન માટે આ સાથે આપવામાં આવેલ નમુના નં -૫ મુજબ રુ.૫૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંધનામુ કરાવી તેના ઉપર નોટરી કે મામલતદારશ્રી ના સહી-સિક્કા કરવાના રહેશે.ઉક્ત સોગંધનામા સાથે જામીનદારે ચુંટણીકાર્ડ/આધારકાર્ડ .ઉંમર નો પુરાવો અને મીલકતના પુરાવા રજુ કરવાના રહેશે. જે જામીન રજુ કરવામા આવે તેના નામે મિલકત હોવીજરૂરી છે.રજુ કરેલ મિલકતની બજાર કિંમત (વેલ્યુશન) લોનની રકમ કરતા દોઠી હોવી જોઈએ.વેલ્યુએશનનો દાખલો તલાટીશ્રી /સર્કલ ઓફિસરશ્રી /સિટિ સર્વે અધિ.શ્રી અથવા રજીસ્ટર્ડ સિવિલ એન્જીનિયર પાસેથી લાવવાનો રહેશે.
 3. અરજ્દાર સરકારી કર્મચારીને જામીન તરીકે રજુ કરે તો આ સાથે આપવામાં આવેલ નમુના નં.-૮ મુજબ સ્ટેમ્પ પેપર ઉપર સોગંધનામુ રજુ કરવાનુ રહેશે. ઉક્ત સોગંધનામા સાથે સરકારી જમીનદારે ચુંટણીકાર્ડ/આધારકાર્ડ તથા છેલ્લા પગારની સ્લીપ રજુ કરવાની રહેશે.સરકારી કર્મચારીનો સમયગાળો ઓછમા ઓછો ૦૮ વર્ષથી વધુ બાકી હોવો જોઇએ. સરકારી જમીનદાર કિસ્સા માં પણ બોજા નોધ કરાવવાની રહેશે.
 4.  કોઇપણ કારણસર જામીનદાર લોન પુર્ણ થયા પહેલા જામીગીરીમાંથી મુક્ત થઇ શકશે નહિ.જામીનદાર આ લોન માંથી છુટા થવા માંગતા હોઇ તો તેઓએ નવા સક્ષમ જામીન મેળવી આપવાના રહેશે. લોન લેનાર અરજદારનુ કોઇ પણ કારણોસર મ્રુત્યુ થાય તો તેવા સંજોગોમાં લોનની વ્યાજ સહીત ની રકમ ભરવાની જવાબદારી અરજ્દાર તથા જામીનદારના વંશ -વારસોની સંયુક્ત તેમજ વ્યક્તિગત રહેશે.કોઇ પણ સંજોગોમા અરજદારની લોન કે તેનાઉપરનૂં વ્યાજ માફ કરવામા આવશે નહિ. આ નિગમ ધ્વારાનજીવા વ્યાજનીલોન આપવામાં આવતી હોવાથી કોઇપણ પ્રકારની સબસીડી કે લોનની રકમ અને વ્યાજની રકમ માફ કે માંડવાળ કરવાની જોગવાઇ નથી.
 5. અરજ્દારે પોતાની રજુ કરેલી મીલ્કત ઉપર આ સાથે આપવામાં આવેલ નમુના નં.૬ મુજબ ગુજરાત રાજ્ય વિક્લાંગ (દિવ્યાંગ) નાણા અને વિકાસ નિગમ ગાંધીનગરના નામે તલાટીશ્રી /નાયબ મામલતદારશ્રી /સર્કલ ઓફિસરશ્રી /સીટી સર્વે સુપ્રિટેન્ડેટ્શ્રીની કચેરી ખાતે બોજો નોધાવવાનો રહેશે.તથા બોજા નોધ કર્યા અંગેના જરુરી અધાર પુરાવા રજુ કરવાના રહેશે. અરજ્દાર પિતાનિ મિલકત ઉપર બોજા થઇ શકે તેમ ન હોઇતો રજુ કરેલ જામીનની મિલકત ઉપર બોજા નોધ કરાવવાની રહેશે. બોજો થયેલ મિલકતનીકિંમત લોનની રકમથી ઓછમા ઓછી દોઢ ગણી હોવી જોઇએ.
 6. મિલકત પુરાવા માટે મિલકત તરીકે મકાન રજુ કરે તો મકાનની તાજેતરની વેરાપાવતી અને આકારણી પત્રક તથા જમીન રજુ કરે તો તાજેતરના ૯/૧૨ અને ૮-અ ના ઉતારાની ખરી નકલ આપવાનાં રહેશે. રજુ કરેલ મિલકતના હક્ક ધરાવતી એક કરતા વધુ વ્યક્તિઓ હોઇ તો તમામે સાદા કાગળ ઉપર એક રુપીયાના રેવન્યૂ ઉપર સહી કરી તલાટીશ્રીનીસક્ષીએ લેખીત સંમતી આપવાની રહેશે.
 7. અરજ્દારે આ સાથે આપવામા અવેલ લીલા કલરના હાઇપોથીકેશન એગ્રીમેંટ પેપર ઉપર કોઇ પણ જાત નુ લખાણ કર્યા વગર પ્રથમ આપના તાલુકામા આવેલ પેટા તિજોરી કચેરીમાં જઈ નિચેની વિગત રુ.૪૫૦/- ના અધેશીવ સ્ટેમ્પ લગાડવાની રહેશે.ત્યારબાદજ તેમાં જાતે વિગતો ભરી(x)નિશાનીવાળી જગ્યાએ અરજ્દારે તથા (૦) નિશાની વાળી જગ્યાએ જામીંદારે સહી કરવાની રહેશે. હાઇપોથીકેશન એગ્રીમેંટ પેપર ઉપર અધેવિશ સ્ટેમ્પ લગાવતા પહેલા લખાણ કરવામા આવશે. તો તેના ઉપર ટ્રેઝરી ધ્વારા અધેવિશ સ્ટેમ લગાડી આપવામા આવશે. નહી જેની ખાસ નોંધ લેવા વિનંતિ છે.
 8. માંગણી હુંડીપત્રમાં

  ખાત્રી પત્ર ક્રમ

  હાઇપોથીકેશનએગ્રીમેન્ટમાં

  બાંહેધરી પત્રક્માં

  કુલ

  રુ.૧૦૦(રેવન્યુ સ્ટેમ્પ લગાવવી

  રુ.૫૦.૦૦(અધેશીવ સ્ટેમ્પ)

  રુ.૧૦૦.૦૦(અધેશીવ સ્ટેમ્પ)

  રુ.૩૦૦.૦૦(અધેશીવ સ્ટેમ્પ)

  રુ.૪૫૧.૦૦

   

        

   

  અરજદારે રાષ્ટ્રીયક્રૂત બેંક્મા ખાતુ ખોલાવી તેના પાંચ /દસ CTS કોડ નંબર વાળા ચેક પોતાની સહી કરી રજુ કરવાના રહેશે.રુ.૩૦ હજાર સુધીની લોનમા (એક) ચેક રુ.૧.લાખ સુધીની લોનમાં (પાંચ) ચેક રુ.૧.લાખથી ઉપર લોન હોઇ તો (દસ) ચેક રજુ કરવાના રહેશે.તથા પાસ બુક્ની એક પ્રમાણીત નકલ રજુ કરવાની રહેશે. તેમજ ડોક્યુમેન્ટ સાથે સામેલ નિયમ નમુનામાં આધારકાર્ડ સીંડીંગ બેંક એકાઉન્ટ સથે કરિ મોકલવાનુ રહેશે.
 9.        ઉપર મુજબના તમામ દસ્તાવેજો પુર્ણ થયા બાદ મંજુર કરવામા આવેલી લોન ની રકમ માંથી લાભાર્થી ફાળો/એક એડવાન્સ હપ્તો તેમજવિમાની રકમ કાપી લોનની રકમ લાભાર્થીને ચુકવવામા આવશે.
 10. NHFDC ના નીતિ નિયમો મુજબ મંજુર કરેલ લોનનો ચેક આપ્યા તારીખે લોન આપવામા આવેલ ગણવામા આવશે.અને તેના ઉપર લોન આપ્યા તારીખ થી નિયત વ્યાજ ગણવામાં આવશે.તેનો વ્યાજદર વાર્ષિક ૬થી૮ %ટકા રહેશે.
 11. લોન મળ્યા બાદ લાભાર્થીએ બીજા માસ થી ૧થી ૧૦ તારીખ સુધીમાં નિગમ ધ્વારા નક્કી કરવામા  આવેલ  હપ્તાની રકમ નિગમ ધ્વારા આપ્વામાં આવેલ બેંક બુકથી નજીકની બેંક ની શાખામાં રોકડ/ચેકથી જમા કરાવવાની રહેશે.આ લોન માટે નિયત કરેલ સરખા માસિક ૬૦ હપ્તામાં વ્યાજ સહિત પરત ચુકવવાના રહેશે.
 12. લોન હપ્તા સમય સર નહિ ભરનાર (ડીફોલ્ટર) પાસેથી બાકી રહેલ લોનની રકમ ઉપર ૨ ટકા દંડનીય વ્યાજ વસુલ કરવામા આવશે. અને તેમાં માફી કે માંડવાળની કોઇ જોગવાઇ નથી. લોન ભરપાઇ ન કરનાર સામે કાયદાકીય જોગવાઇ મુજબ કોર્ટમાં કાર્યવાહિ કરવામા આવશે અને નામ કોર્ટ ની મંજૂરી મેળવી બોજો નોંધ વાળી મિલકતની જાહેર હરાજી કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે.
 13. અરજદાર ને જે હેતુ માટે લોન મંજુર કરવામાં આવેલ હોઇ તેજ હેતુ માટે ઉપયોગ કરવાનો રહેશે.તથા લોન મળ્યા બાદ અરજદારે વસાવેલ એસેટ(મિલકત) ના અસલ બોલી તથા વિમો ફરજીયાત ઉતરાવી વિમો પોલીસીની નકલ નિગમની કચેરીએ રજુ કરવાની રહેશે.
 14. અરજદારની અરજીના સંદર્ભમાં કે અરજદારે લોન આપ્યા બાદ નિગમ કે રાજ્ય સરકારના  કોઇ અધીકારી /કર્મચારી ધ્વારા આપના ધંધાના સ્થળની ચકાસણી કરવામા આવે ત્યારે અધિકારી તરફથી માંગવામા આવે તે તમામ માહિતી અરજદારે આપવાની રહેશે. ચકાસણી દરમિયાન આપના ધ્વારા આપવામા આવેલ માહિતી ખોટી હોવાનું માલુમ પડશે તો આપ્ની અરજી/લોન રદ કરવામાં આવશે. અને નિગમ સાથે છેતરપીંડી કરવા બદલ આપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
 15. રજુ કરેલ લોન ના બીલ /કોટેશન અને સાધન સામગ્રી /મિલકત પશુ ભેંસ ખરીદેલનહી હોય તો લોન ધીરણના દુર ઉપયોગ બાબતે અન્ય શરતોના ઉલ્લ્ધંન અન્વયે લાભાર્થી ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેનજ ધિરણની રકમ વ્યાજ સહિત એક સાથે વસુલ કરવામાં આવશે.
 16. અરજદારની અરજી મંજુર થયા બાદ રહેઠાણ કે ધંધાનુ સ્થળ કે સરનામું બદલ્યુ હશેતો તેની જાણ નિગમને લેખિતમાં કરવાની રહેશે.
 17. રાષ્ટ્રીય વિક્લાંગ નાણા અને વિકાસ નિગમ,નવી દિલ્હીના સહયોગથી ગુજરાત રાજ્યવિક્લાંગ (દિવ્યાંગ) નાણા અને વિકાસ નિગમ,ગાંધીનગર ધ્યારા કોઇ ફેરફાર કરવામાં આવશે તો તે આપને બંધનકર્તા રહેશે.
 18. આ લોનના સંદર્ભમાં કાયદા અન્વયે વિવાદનુ કાર્યક્ષેત્ર (જ્યુરીડીકેશન) ગાંધીનગર રહેશે.