Website Will be going Under Maintenance
Assistance scheme at the time of marriage of daughter who is a beneficiary of Foster Parent Scheme or Mukhya Mantri Baal Seva Yojana
પાલક માતા-પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીઓને લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય મળવાપાત્ર છે.
યોજનાના ધારા-ધોરણો:
  • પાલક માતા-પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી પૈકી તા.૦૧/૦૪/૨૦૨૩ના રોજ કે ત્યારબાદ લગ્ન કરનાર દિકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર હશે.
  • આ યોજનાનો લાભ એક જ વાર मिलेगा.
  • આ યોજનાના લાભાર્થી દ્વારા લગ્ન થયા તારીખથી ૦૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
  • સહાયની રકમ ડી.બી.ટી. (DBT) મારફતે આપવામાં આવશે. આ રકમ લાભાર્થી દિકરીના બેંક ખાતામાં જમા થશે.
અરજી સાથે રજુ કરવાના દસ્તાવેજો:
  • દિકરીના જન્મ તારીખનો પુરાવો
  • દિકરી જેની સાથે લગ્ન કરવાની છે તેની જન્મ તારીખનો પુરાવો
  • પાલક માતા-પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળસેવા યોજનાનો લાભ મેળવેલ હોય તેનો પુરાવો
  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
  • દિકરીનું આધારકાર્ડ
  • દિકરીના બેંક એકાઉન્ટની વિગતો (રદ કરેલો ચેક અથવા બેંક એકાઉન્ટ નંબરવાળું પાસબુકના પાનાની નકલ)
અરજી કરવાનું સ્થળ અને મંજુર સત્તાધિકારી:
  • જિલ્લા કક્ષાએ जिल्ला સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી કે બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિના મૂલ્યે અરજી ફોર્મ મેળવી જરૂરી વિગતો સામેલ રાખી જમા કરાવવાનું રહેશે.
શરૂ થયા વર્ષ: ૨૦૨૩-૨૦૨૪
આ યોજનાનો હેતુ:
  • પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેમને લગ્ન સમયે આ રકમ પોતાના જીવનની નવી શરૂઆત કરવા માટે ભરણપોષણના સાધન ખરીદવામાં મદદરૂપ થઇ શકે છે. આ રીતે તેઓ પોતાનું જીવન સારી રીતે ગુજરાન ચલાવી શકશે.
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?:
  • પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભ beneficiary દિકરીને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેમને લગ્ન સમયે આ સહાય મળવાપાત્ર છે.
યોજના ક્યારે શરૂ થઇ અને તેના ધારા ધોરણો:
  • આ યોજના તા.૦૧/૦૪/૨૦૨૩ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પાડવામાં આવેલ છે.
  • આ યોજનાની લાભ beneficiary પૈકી ૦૧/૦૪/૨૦૨૩ ના રોજ કે ત્યારબાદ લગ્ન કરનાર કન્યાઓને જ આ ઠરાવથી મળનાર સહાયનો લાભ મળવાપાત્ર થશે.
  • આ યોજનાનો લાભ એક જ વાર મળશે.
  • આ યોજનાના લાભ beneficiary દ્વારા લગ્ન થયા તારીખથી ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
યોજનાનું ટુંક સાર:
  • આ યોજના હેઠળ પાલક માતા પિતા અને મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભ beneficiary દિકરીને ૧૮ વર્ષ પછી આ સહાય બંધ થતી તેમની લગ્ન સમયે આર્થિક રીતે મદદરૂપ થવા માટે આ યોજના અમલમાં આવેલી છે.