select
Website Will be going Under Maintenance
Mahatma Fule Best SC Award
યોજનાનો હેતુ
  • અનુસૂચિત જાતિના સમગ્ર વર્ગોના શોષણ, દમન, પીડા, વિદ્રોહ સંઘર્ષ અને આકાંક્ષાઓને અભિવ્યકત કરી આ વર્ગોમાં માનવીય ગરીમા સાથે તેમનામાં અધિકારો માટે જાગૃતિ લાવતા અને ખાસ કરીને વિભિન્ન વર્ગોમાં સામાજિક સમરસતા પ્રસ્થાપિત કરી અનુસૂચિત જાતિમાં અસ્મિતા પ્રગટ કરતા તેમજ અનુસૂચિત જાતિ ઉપર થતા અત્યાચારો, તેઓના પ્રશ્નો, સમસ્યાઓ વગેરે બાબતે દૈનિક, અઠવાડિક, પાક્ષિક કે માસિક સામાયિકોના માધ્યમ દ્વારા અનુસૂચિત જાતિના પત્રકારો પ્રજા સમક્ષ રજુ કરતા પત્રકારને મહાત્મા ફુલે શ્રેષ્ઠપત્રકાર એવોર્ડ”આપવામાં આવે છે. આ એવોર્ડમાં રૂા.૫0,૦૦૦/- (રૂા.પચાસ હજાર પુરા) ની રોકડ રકમ તથા એક પ્રસંશા પત્ર સામેલ હશે
નિયમો અને શરતો
  • એવોર્ડને પાત્ર ઠરેલ વ્યકિતને એવોર્ડ વિતરણ સમારંભમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવશે.
  • આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવશે અને વર્ષ તરીકે નાણાંકીય વર્ષ ધ્યાનમાં લેવામાં આવશે.
  • જો કોઇ વર્ષે આ એવોર્ડ કોઇ પણ વ્યકિતને આપવામાં ન આવે તો તે વર્ષ પુરતો આ એવોર્ડ મુલતવી રાખવામાં આવેલો ગણાશે.
  • રાજય સરકાર નક્કી કરે તે મહાનુભાવોના વરદ હસ્તે આ એવોર્ડ એનાયત કરાશે.
  • છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિના લોકોના ઉત્કર્ષ માટે સર્જનાત્મક અનુસૂચિત જાતિ પત્રકાર બાબતે વિશિષ્ટ યોગદાન આપવા બદલ એવોર્ડ આપવા માટે ધ્યાને લેવામાં આવશે.
  • કોઇ પણ વ્યકિત એવોર્ડ માટે પોતાના નામની ભલામણ કરી શકશે નહી.
  • કોઇ પણ વ્યકિત કે સંસ્થા કોઇ પણ એક જ નામની એવોર્ડ માટે ભલામણ કરી શકશે.
  • એવોર્ડ પસંદગી નિર્ણાયક સમિતિના સભ્યો કોઇના નામની ભલામણ કરી શકશે નહી.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • ચૂંટણી ઓળખપત્ર
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો (પ્રમાણિત નકલ)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જન્મનો દાખલ/સ્કુલ લીવીંગ પ્રમાણપત્ર (પ્રમાણિત નકલ)
  • એવોર્ડ માટે ભલામણ કરેલ મહાનુભાવોની વિગત (ચાલુ વર્ષની જાહેરાતના સંદર્ભમાં)
  • અગાઉ કોઈ એવોર્ડ મળેલ હોય તો તેની વિગત (વર્ષ સહિત વિગતો આપવી)
  • એવોર્ડ માટે અરજી કરનારનો અદ્યતન ફોટોગ્રાફ
  • શૈક્ષણિક લાયકાત
  • સમાજ કલ્યાણના કયા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરેલ છે. (આધાર સહિત)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)